Valsad : રેલવે ફાટક પર ટ્રેનના પાટા પર જ બસ બંધ પડી, બીજી બાજુંથી એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી, જાણો પછી શું થયું
Valsad News : એક બાજુ પાટા પર બસ બંધ પડી અને બીજી બાજુ એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી.
Valsad : વલસાડમાં કાંપરી રેલવે ફાટક પર એક અજીબ ઘટના ઘટી. આ ફાટક પરથી પસાર થતા સમયે એક એસટી બસ બરોબર વચ્ચે એટલે કે ટ્રેનના પાટા પર જ બંધ પડી. એક બાજુ પાટા પર બસ બંધ પડી અને બીજી બાજુ એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી. આ દરમિયાન ટ્રેનનો હોર્ન વાગતા બસમાં બેસેલા મુસાફરોના જીવ તાલાવે ચોંટી ગયા અને સમયસૂચકતા દાખવી તમામ મુસાફરો નીચે ઉતારી ગયા.
તો બીજી બાજુ આ ટ્રેનરુટ પરથી પસાર થઇ રહેલી યશવંતપુર એક્ષપ્રેસ ટ્રેનના લોકોપાયલટે પણ સમયસૂચકતા દાખવી ટ્રેનને રોકી દીધી અને બરોબવબસ ર બંધ પડેલી બસની નજીક આવીને ટ્રેન ઉભી રહી ગઈ. આ દૃશ્યો જોઈ બસમાં બેઠેલા હતા અને બાદમાં નીચે ઉત્તરી ગયા હતા એ મુસાફરોની આંખો ભયથી પહોળી થઇ ગઈ હતી. જો કે બાદમાં બસને હટાવી ટ્રેન ઉપડી હતી. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા.
વલસાડમાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લમ્પી વાયરસના બે કેસો નોંધાયા હતા. હવે વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો કેસ નોંધાતા વલસાડનું પશુપાલન વિભાગ દોડતું થયું છે. મળતી માહિતી મુજબ વલસાડમાં 5 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા હતા.
આ 5 પશુઓના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં હતા, જેમાંથી એક પશુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ આ ગાય સારવાર હેઠળ છે. આ સાથે આજુબાજુના તમામ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
બે દિવસ પહેલા ગત 30 જુલાઈએ વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રથમ સંકાસ્પદ કેસ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના ભાગડાવાડા ગામમાં એક વાછરડીમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. પશુપાલન વિભાગની પશુચિકિત્સા વિભાગ ટીમે સ્થળ પર જઈને સેમ્પલ લેવા સહીતની કામગીરી કરી હતી.