શોધખોળ કરો
Advertisement
વલસાડઃ યુવકે ઘરે રાત રોકાયેલી પ્રેમિકા સાથે બે વાર બાંધ્યા શારીરિક સંબંધ, બીજે દિવસે નોકરી પરથી પાછા આવીને.........
વલસાડ તાલુકામાં એક યુવકે 20 વર્ષીય યુવતી સાથે છેલ્લા 3 વર્ષથી શારીરિક સંબંધો ધરાવતો હતો. યુવતી સાથે ગાઢ શારીરિક સંબધો પછી યુવકે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી
વલસાડઃ વલસાડ તાલુકામાં એક યુવકે 20 વર્ષીય યુવતી સાથે છેલ્લા 3 વર્ષથી શારીરિક સંબંધો ધરાવતો હતો. યુવતી સાથે ગાઢ શારીરિક સંબધો પછી યુવકે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેતા યુવતીએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રેમી યુવાન સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
કાંઠા વિસ્તારના ગામમાં રહેતી 20 વરસની યુવતીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. આ યુવતીને 2017માં ભદેલી જગાલાલા ગામમાં હિંગરાજ રોડ પર રહેતા ગૌરવ પ્રવીણ ટંડેલ નામના યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.બંને વચ્ચે નિકટતા સ્થપાઈ હતી. આ અંગેની જાણ બંનેના પરિજનોને થતાં તેમણે વિરોધ કર્યો હતો પણ બંનેએ એકબીજાનો સાથ ના છોડતાં 2018માં બંનેના માતા-પિતા લગ્ન માટે રાજી થતાં 12-12-2018ના રોજ સગાઇ કરાવી આપી હતી. આ દરમ્યાન ગૌરવ ટંડેલને સ્ટીમરમાં નોકરી અર્થે વિદેશ જવાનું નક્કી થતાં પરત આવે ત્યારે લગ્ન કરવાનું નક્કી કરાયુ હતુ.
જો કે કોઈક કારણસર ગૌરવ બે મહિનામાં જ પરત આવી ગયો હતો. સમાજના રીતિ-રિવાજો મુજબ યુવતી પ્રેમીના ઘરે જઇને રહેતી તો ક્યારેક ગૌરવ પ્રેમિકાના ઘરે આવી રહેતો. યુવતીના પિતા પણ તેને જમાઈ તરીકે રાખતા અને માન આપતા હતા. દરમિયાનમાં ગૌરવને ફરી સ્ટીમરમાં નોકરી માટે કોલલેટર આવતા, તેણે 26-10-19ના રોજ વિદેશ જવાનું નક્કી કર્યુ હતું. જેથી ગૌરવે પ્રેમિકાને 25-10-19ના રોજ તેના ઘરે રહેવા બોલાવી હતી. રાત્રે ગૌરવના રૂમમાં સૂતેલી યુવતીને પ્રેમીએ નોકરી પરથી પરત આવીને લગ્ન કરી લઇશું તેમ કહીંને શરીરસંબંધ બાંધવા મનાવી લીધી હતી.
યુવતી તેના તાબે થઇ જતાં પ્રેમીએ એક રાતમાં બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે શીપમાં નિકળી ગયેલો ગૌરવે પરત ઘરે આવતાં જ તેને મળવા ગયેલી યુવતી સાથે વાત કરવાની તેમજ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. યુવતીએ ઘરે જઇને તેની માતાને વાત કરતા, તેણીના પરિવારજનોએ ગૌરવના ઘરે જઇને બેઠક કરી હતી. જેમાં, ગૌરવે યુવતી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
પ્રેમીના દગાબાજી અને છેતરપિંડીથી રોષે ભરાયેલી યુવતીએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં આરોપી ગૌરવ ટંડેલ વિરૂધ્ધ બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા, પોલીસે ઇ.પી.કો.ની કલમ-420, 376 મુજબ ગુનો નોંધી, આરોપીની અટક કરી હતી. નિયમ મુજબ તેનો કોવિડ-19નો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે તેમ પી.એસ.આઇ. જી.વી. ગોહિલે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement