Tharad: થરાદમાં 2 નશાના સોદાગર પકડાયા, 6 લાખના એમડી ડ્રગ્સની ચેક પૉસ્ટ પરથી કરતાં હતા હેરાફેરી
Vav-Tharad: થરાદમાંથી ફરી એકવાર નશીલા પદાર્થની હેરફેર કરનારા શખ્સોને પોલીસે દબોચી લીધા છે, વાવ-થરાદ નજીક ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા છે

Vav-Tharad: થરાદમાંથી પોલીસે નશાના કારોબારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. વાવ-થરાદ જિલ્લો જાહેર થતાની સાથે જ પોલીસ દ્વારા રાજસ્થાન તરફ્થી આવતા વાહનોને થરાદની હદમાં પ્રવેશતાની સાથે વાહન ચેકિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, આ દરમિયાન બાતમીના આધારે પોલીસે ચેકિંગ દરમિયાન બાઈક પર એમડી ડ્રગ્સ લઈ આવતા બે શખ્સોને ઝડપી પાડ્યો હતા. ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો પાસેથી 27 ગ્રામ MD ડ્રગ્સ સહિત કુલ 6 લાખ 45 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો, હાલમાં આ બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
થરાદમાંથી ફરી એકવાર નશીલા પદાર્થની હેરફેર કરનારા શખ્સોને પોલીસે દબોચી લીધા છે, વાવ-થરાદ નજીક ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા છે. આ બન્ને નશાના સોદાગરો બાઈક પર જતા હતા તે સમયે પોલીસે બાતમીના આધારે બન્નેને દબોચી લીધા અને તેમની પાસેથી 27 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ. આરોપી શખ્સોનું નામ લીલા માજીરાણા અને રાજુ માજીરાણા છે, બન્ને આરોપીઓ પાસેથી પોલીસે કુલ 6 લાખ 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
નેઈલપોલિશની આડમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, 22 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા
વલસાડમાં નેઈલપોલિશની આડમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. વલસાડ જિલ્લાના પિઠા ગામ નજીક આવેલા એક શોપિંગ સેન્ટરમાં ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે દરોડા પાડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. ચેકિંગ દરમિયાન લગભગ 10 કિલો તૈયાર ડ્રગ્સ અને 104 કિલો અંડર પ્રોસેસ ડ્રગ્સ મળી કુલ 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયાથી વધુ છે. વલસાડ જિલ્લામાં આવેલા ગુજરાત સ્ટેટ હાઇવે-701 નજીકના વિસ્તારમાં ધમધમતી એક ગેરકાયદે ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાં નાર્કોટિક ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સ એક્ટ, 1985 હેઠળ પ્રતિબંધિત દવા “અલ્પ્રાઝોલમ”નું ઉત્પાદન થતું હતું. DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ) દ્વારા ‘ઓપરેશન વ્હાઇટ કૉલ્ડ્રોન’ નામના ગુપ્ત મિશન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ રૂ. 22 કરોડનું અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે મુખ્ય સૂત્રધાર, નાણાં પુરવઠાકર્તા, ઉત્પાદક અને એક સહયોગી એમ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા બે વર્ષથી દુકાનો ભાડે રાખી આ ફેક્ટરીમાં ગેરકાયદે ડ્રગ્સ બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. કોઈપણ પ્રકારનું લાયસન્સ વગર આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. DRIએ આ કાર્યવાહી દરમિયાન ફેક્ટરીના બે માલિક ચંદ્રકાન્ત કે. છેડા અને અશોક મુળજી પીઠારીયા તેમજ બે વર્કરો મળી કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી.





















