VCE Andolan : સરકારને 10 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ, માંગ ન સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચિમકી
વીસીઈ કર્મચારીઓએ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. સરકાર વીસીઈ કર્મચારીઓની માંગણીઓ નહી સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
VCE Andolan : વીસીઈ કર્મચારીઓએ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. સરકાર વીસીઈ કર્મચારીઓની માંગણીઓ નહી સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. આગામી ૧૦ ઓક્ટોબર સુધી સરકારને વીસીઈ કર્મચારીઓએ સમય આપ્યો છે. વીસીઈ કર્મચારીઓની હડતાળને આજે એક માસ પૂર્ણ થઈ ગયું છે. વીસીઈ કર્મચારીઓ પોતાની આંઠ માંગણીઓ પર હડતાળ કરી રહ્યા છે. સરકાર સાથે ઘણી વખત બેઠક કરી પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. સરકાર સોમવાર સુધી કોઈ નિર્ણય નહિ લે તો મંગળવાર થી આંદોલન ઉગ્ર બનશે. vceની હડતાળથી ટેકાના ભાવની ખરીદીના રજિસ્ટ્રેશન સહિત અન્ય કામગીરીમાં તકલીફ પડી રહી છે.
ફિક્સ વેતન, જોબ સિક્યોરિટી, વીમા કવચ સાથે પરિવાર નું રક્ષણ સહિત આંઠ માંગણીઓ કરવામાં આવી છે.
બીજી તરફ, Vce કર્મચારીઓના આંદોલન પગલે ઈ ગ્રામ સોસાયટીએ નિર્ણય લીધો છે. મોબાઈલ ડેટા માટે પ્રતિ માસ 200ના બદલે 300 રૂપિયા ચુકવાશે. મોબાઈલ ડેટાના ભથ્થામાં 100 રૂપિયાનો વધારો કર્યો છે. 200 રુપિયા સ્ટેશનરી પેટે ઉચ્ચક ચુકવાવામા આવશે. જો કે સરકારનો આ નિર્ણય વિસીઈ કર્મચારીઓને મંજુર નહી. રાજકોટના જિલ્લા પંચાયત ખાતે વીસીઈ દ્વારા ભારે સૂત્રોચાર કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં વીસીઇ ભેગા થયા. પગાર ધોરણ લાગુ કરવાની માંગ સાથે વીસીઈ ઘણા સમયથી હડતાલ પર. રાજકોટના વીસીઈ 28 દિવસથી હડતાલ પર. મગફળીની નોંધણી સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના કામ ખોરવાયા.
જિલ્લાના 550 થી વધુ ગ્રામ પંચાયતના VCE ધરણાં પર છે. ગત 8 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દત ની હડતાલ પર છે VCE. જિલ્લા પંચાયત ખાતે ધરણાં યોજી સમાન કામ સમાન વેતનના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.
Gujarat Election : કેજરીવાલ-માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે
અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોમ્બર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના ૪ સ્થળે જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે જનસભાને સંબોધિત કરશે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની આ મહિનાની બીજી મુલાકાત છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ૧ અને ૨ ઓક્ટોમ્બર ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઓક્ટોબર મહિનાની પહેલી મુલાકાતે ૪ જનસભાને સંબોધિત કરી હતી. ૧ અને 2 ઓક્ટોમ્બરે ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા , સુરેન્દ્રનગર જનસભા ને સંબોધિત કરી હતી.
Gujarat Election : કોંગ્રેસની 61 મહિલા નેતાઓએ માંગી વિધાનસભાની ટિકિટ, કઈ બેઠક પર કેટલી મહિલાઓએ માંગી ટિકિટ?
Gujarat Election : મિશન 2022ના ઉમેદવાર બનવા મહિલા કોંગ્રેસ મેદાને આવી છે. 61 મહિલાઓએ કોંગ્રેસ સમક્ષ દાવેદારી નોંધાવી છે. 40 મહિલાઓને ટિકિટ મળે તેવી મહિલા કોંગ્રેસના પ્રમુખની માગણી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે લાગણી વ્યક્ત કરી છે. સૌથી વધુ ઇડર બેઠક પર 5 મહિલાઓએ માંગી ટિકિટ. સુરતની કરંજ બેઠક પર 4 મહિલાઓની દાવેદારી.
સુરતની લિંબાયત બેઠક પર 3 મહિલાઓએ માંગી ટિકિટ. દહેગામ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે માંગી ટિકિટ. લીંબડી બેઠક પરથી કલ્પના મકવાણાની દાવેદારી. સુરતની મહુવા બેઠક પરથી હેમાંગીની ગરાસિયાએ માંગી ટિકિટ. કેશોદ બેઠક પરથી પ્રગતિ આહીરની દાવેદારી. અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી કમળાબેન ચાવડાએ માંગી ટિકિટ.