Vibrant Gujarat: વડાપ્રધાન મોદી આજથી ગુજરાતની મુલાકાતે, વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ધાટન
Vibrant Gujarat: આ વર્ષે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે
Vibrant Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ વૈશ્વિક નેતાઓ અને ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO) સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. PM વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 (VGGS)નું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ જાન્યુઆરીએ યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ સાથે રોડ શો કરશે. નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટના રોડ શોનો રૂટ બદલાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ ગાંધી આશ્રમ જશે નહીં. યુએઈ પ્રેસિડેન્ટના સુરક્ષા અધિકારીઓએ આ રૂટ ની સુરક્ષાને લઈને લીલી ઝંડી ન આપતા રૂટ બદલાયો હતો. હવે આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે.
વડાપ્રધાન કાર્યાલય (PMO) એ માહિતી આપી હતી કે ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. તેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. આ વર્ષે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. વધુમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં રોકાણની તકો દર્શાવવા માટે કરશે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન 9 જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં તેઓ વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ પછી તે ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે.
આ સમિટ વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો જેમ કે ઉદ્યોગ 4.0, ટેકનોલોજી અને નવીનતા, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ અને નવીનીકરણીય ઉર્જા અને સ્થિરતા તરફ જેવા સેમિનાર અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. VGGS ખાતે કંપનીઓ વિશ્વ કક્ષાની અત્યાધુનિક ટેકનોલોજી સાથે બનાવેલ ઉત્પાદનોનું પ્રદર્શન કરશે.
PMOએ કહ્યું કે VGGSની કલ્પના 2003માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આજે VGGS વ્યાપક સહયોગ, જ્ઞાનની વહેંચણી અને સમાવેશી વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે વ્યૂહાત્મક ભાગીદારી માટેનું સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક પ્લેટફોર્મ છે.