શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ, વાપી-સુરત નગરપાલિકાનો પણ થશે ફેંસલો
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરાશે. રાજ્યની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ખાલી પડેલી બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. જેમાં વલસાડ જિલ્લાની વાપી અને સુરતની કનકપુર કનસાડ પાલિકાની ચુંટણીમાં મતગણતરી હાથ ધરાશે.
વાપી પાલિકામાં 44 બેઠકો છે. જ્યારે કનકપુર કનસાડ પાલિકામાં 28 બેઠકો છે. આ ઉપરાંત પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર પણ મતગણતરી હાથ ધરાશે. જેમાં 11 નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠકો, રાજકોટના ગોંડલ તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો, 7 જિલ્લા પંચાયતની ખાલી પડેલી 7 બેઠકો અને 11 તાલુકા પંચાયતોની ખાલી પડેલી 15 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. 27મી નવેમ્બરે આ બેઠકો પર મતદાન યોજાયું હતું. જેમાં સૌથી ઉંચું સુરતની કનકપુર કનસાડ નગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં 66.73 ટકા મતદાન નોંધાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement