શોધખોળ કરો

Weather: ભારે પવનથી નુકશાન, પતરું ઉડીને રમી રહેલા છોકરાના માથામાં વાગતા કપાળ ફાટ્યુ, હૉસ્પીટલ ખસેડાયો

અરવલ્લી જિલ્લાના મેઘરજ નજીકનાં આવેલા પહાડીયા ગામમાં આજે ફંકાયેલા ભારે પવનથી નુકશાનના સમાચાર છે,

Weather: રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે પવન ફૂંકાયો છે, આ પવન અનેક જગ્યાએ નુકશાન કર્યુ છે. અરવલ્લી જિલ્લામાં એક ગામમાં પતરું ઉડીને રમી રહેલા છોકરાના માથામાં વાગતા કપાળ ફાટી ગયાની ઘટના સામે આવી છે. 

માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લાના મેઘરજ નજીકનાં આવેલા પહાડીયા ગામમાં આજે ફંકાયેલા ભારે પવનથી નુકશાનના સમાચાર છે, અહીં ભારે પવનથી એક તબેલાનાં પતરાં ઉડી ગયા હતા અને આ ઉડેલા પતરાંથી ઇજા પણ પહોંચી હતી. ઘરની પાછળના ભાગમાંથી ઉડેલું આ પતરું ઘર આગળ રમી રહેલા સાત વર્ષીય સગીર છોકરાના માથા પર પડ્યુ હતુ, જેના કારણે સગીરનુ કપાળ ફાટી ગયુ હતુ, આ પીડિતનું નામ શિવમ ગોપાલભાઈ રાવળ છે. હાલમાં આ સગીરને સારવાર અર્થે મોડાસાની હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.

Gujarat Weather: આગામી 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે પડશે વરસાદ, તાપમાનમાં થશે ઘટાડો

Gujarat Weather Update:  ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલથી વીજળી અને ભારે પવનમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને રાજસ્થાન પર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે  છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. દાહોદ, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી છે.

મોડાસામાં છત પરના પતરા ઉડ્યા

ગીર ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગઢડા જાખિયા ભાખા થોરડી સહિત ગીર ના ગામોમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અરવલ્લીના મોડાસા પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો. દાવલી નજીક આવેલા નવા ગામમાં પવનની આડ અસર જોવા મળી હતી. ભારે પવનના કારણે મગનભાઈ પ્રજાપતિનાં રહેણાંક મકાનની છત પરના પતરા ઉડ્યા હતા. મકાનની છત ઉડી જતા ઘરમાલિકને મોટુ નુકસાન થયું છે.

બનાસકાંઠામાં પાકને નુકસાનની ભીતિ

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી આકાશમાં કાળા ડીમાંગ વાદળો ઘેરાયા હતા. ભારે પવન ફુંકાયો અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વધી હતી. ખેડૂતોને બાજરી જુવાર, રજ્કો  સહિત પાકોમાં નુકશાન થવાની ભીતી છે. વરસાદના કારણે કાળઝાળ ગરમી અને બફારા બાદ ઠંડક પ્રસરી હતી.

બનાસકાંઠાના પાલનપુર અને જલોત્રા પંથકમાં ભારે પવન સાથે  વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા. વીજ લાઈનો નીચે પડી જતા છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વીજળી ગૂલ થઇ ગઇ હતી. જલોત્રાના GEB ના સબ સ્ટેશન ગામડાંના તમામ ખેતીવાડીના ફીડર બંધ થઇ ગયા હતા જેના પગલે  ખેતરોમાં  અંધારપટ છવાઇ ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Embed widget