શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

7 માર્ચના ડાંગ  તાપી અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. જ્યારે 8 માર્ચના સુરત,  વડોદરા, છોટાઉદેપુર,  પંચમહાલ,  દાહોદ,  મહીસાગર,  નર્મદા,  તાપી અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. 

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.  7 અને 8 માર્ચના કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 માર્ચના ડાંગ  તાપી અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. જ્યારે 8 માર્ચના સુરત,  વડોદરા, છોટાઉદેપુર,  પંચમહાલ,  દાહોદ,  મહીસાગર,  નર્મદા,  તાપી અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. 

હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે.  માવઠાની આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  આજે રાજ્યના 22 શહેરોમાં તાપમાનનો પારો રહ્યો 30 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.  સૌથી ઊંચું તાપમાન ભાવનગરના મહુવા અને ગીર સોમનાથના વેરાવળમાં નોંધાયું છે.  આ બંને શહેરોમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

GANDHINAGAR : ડિફેન્સ એક્સ્પો 2022 મોકૂફ

આગામી માર્ચ મહિનામાં ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સ્પો અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે.10 થી 14 માર્ચ સુધી યોજાનારા ડિફેન્સ એક્સ્પોને મોકૂફ રાખવામાં આવ્યો છે. ડિફેન્સ એક્સ્પોની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. આ અંગે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણ ભાનુએ જણાવ્યું છે કે સહભાગીઓ દ્વારા અનુભવાતી લોજિસ્ટિક્સ સમસ્યાઓને કારણે, 10મી માર્ચથી 14મી માર્ચ સુધી ગાંધીનગર, ગુજરાતમાં યોજાવાનો પ્રસ્તાવિત #DefExpo2022 મોકૂફ રાખવામાં આવ્યો છે. નવી તારીખો સમયસર જણાવવામાં આવશે.

ડિફેન્સ એક્સપોમાં ભારતીય સંરક્ષણ મંત્રાલય દેશની સૈન્ય શક્તિ પ્રણાલીનું પ્રદર્શન કરે છે. અન્ય દેશો અને સંરક્ષણ સામાન બનાવતી કંપનીઓ પણ આમાં ભાગ લે છે. સંરક્ષણ મંત્રાલય દર બે વર્ષે ડિફેન્સ એક્સપોનું આયોજન કરે છે. છેલ્લી વખત લખનૌમાં 5-9 ફેબ્રુઆરી, 2020 ના રોજ ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો અને 12 લાખથી વધુ લોકો તેને જોવા આવ્યા હતા.ગત ડિફેન્સ એક્સપોમાં 70 દેશોએ ભાગ લીધો હતો, જેમાં 40 દેશોના રક્ષા મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. 

કાર્યક્રમ યોજાવાનો હતો એના એક અઠવાડિયા પહેલા  પહેલા કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવી  રહ્યો છે. યુક્રેન પર રશિયન આક્રમણ અને કટોકટી ડિફેન્સ એક્સ્પો 2022 સ્થગિત કરવાનું કારણ હોઈ શકે છે. ડિફેન્સ એક્સ્પો 2022 દ્વારા, નરેન્દ્ર મોદી સરકાર આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે કામ કરી રહી છે જેથી 2024 સુધીમાં 5 બિલિયન ડોલરની સંરક્ષણ નિકાસનું લક્ષ્ય હાંસલ કરી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

Embed widget