(Source: ECI/ABP News/ABP Majha)
USA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાં
અમેરિકા ૨૦મી જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ૪૭મા પ્રમુખ તરીકે સત્તા સંભાળે તે માટે તૈયાર થઈ રહ્યુ છે ત્યારે અમેરિકાની કેટલીય ટોચની યુનિવર્સિટીઓએ તેમને ત્યાં અભ્યાસ કરતાં ભારતીયો સહિત વિદેશના વિદ્યાર્થીઓને ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે કે ટ્રમ્પ સત્તાના સૂત્રો સંભાળે તે પહેલા તે અમેરિકામાં આવી જાય. તેના લીધે અમેરિકામાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ પર પણ ચિંતાના વાદળ ઘેરાયા છે. અમેરિકામાં હાલમાં કુલ ૧૧ લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમા ૩.૩૦ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે.
આમ અમેરિકામાં કુલ વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો ૨૩ ટકા છે. અમેરિકામાં હાલમાં ૧.૧ કરોડથી પણ વધારે ગેરકાયદે ઇમિગ્રન્ટ રહે છે. તેના પર ટ્રમ્પ મોટો પ્રહાર કરે તેમ માનવામાં આવે છે. જ્યારે અમેરિકામાં અભ્યાસ કરતાં ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓમાં ચાર વાખ વિદ્યાર્થીઓ પાસે પૂરતા દસ્તાવેજો નથી અને તે અમેરિકાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.