(Source: ECI/ABP News/ABP Majha)
દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, ખેડૂતો ચિંતામાં
મેંડૂસ વાવાઝોડાને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતિત થયા છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થવાની આગાહી છે. કૃષિ તજજ્ઞોએ બાગાયતી પાકોને નુકસાન થવાની ચિંતા વ્યક્તિ કરી છે.
ગાંધીનગર: મેંડૂસ વાવાઝોડાને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતિત થયા છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થવાની આગાહી છે. કૃષિ તજજ્ઞોએ બાગાયતી પાકોને નુકસાન થવાની ચિંતા વ્યક્તિ કરી છે. કેરી,ચીકુ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની સંભાવના છે.
કમોસમી વાતાવરણને ખેડૂતોનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. કમોસમી વરસાદ અને વાતાવરણ ખેડૂતોએ મહેનતથી ઉગાડેલા પાકનો દાટ વાળે છે. દક્ષિણ ગુજરાતમાં ફરીથી એવી જ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. હાલ હમણાં થોડા જ સમય પહેલા વરસાદ જ સર્જેલી તારાજીમા લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું હતું. જો કે ભર શિયાળે ફરીથી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત મૈડુસને લઈ હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે હવામાન વિભાગ દ્વારા તારીખ 12 અને 13 એમ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતનો નવસારી જિલ્લો બાગાયતી વિસ્તાર ગણવામાં આવે છે. અહીં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાકો પર નિર્ભર રહે છે. જેમાં સામાન્યથી હળવો વરસાદની સંભાવના કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોએ વ્યક્ત કરતાં બાગાયતી પાકોને નુકસાન થવાની સ્થિતિ ઊભી થઈ છે.
ભૂપેન્દ્ર પટેલે સરકાર બનાવવાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો રજૂ
ગુજરાતમાં ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલને સત્તાની બાગડોર સોંપવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે.
આજે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. હવે 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે.
12 ડિસેમ્બરે શપથવિધિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ હવે નવી સરકારની 12 ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ યોજાશે. જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપમાં પણ કમલમ ખાતે નવી સરકારની શપથવિધીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. નવી સરકારમાં કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે.
ભારતીય હવામાન વિભાગે સોમવારે કહ્યુ કે દક્ષિણ અંદમાન સાગર અને પાડોશમાં ઓછા પ્રેશરનું ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની શક્યતા છે અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક પ્રેશર બની શકે છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન "મૈડૂસ" ની અસર જોવા મળી રહી છે. આ વાવાઝોડું 14 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસાવે તો નવાઈ નહીં.