Weather Forecast Today:રાજયમાં કડકડતી ઠંડીની શરૂઆત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Forecast Today:રાજ્યમાં ઠંડીની શરૂઆત થઇ રહી છે. શિયાળા તાપમાનનો પારો 15 ડિગ્રી ગગડતાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. નલિયા સૌથી નીચું 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં તાપમાનનો પારો 12.4એ પહોંચ્યો છે.
Weather Forecast Today:રાજ્યમાં ઠંડીની શરૂઆત થઇ રહી છે. શિયાળા તાપમાનનો પારો 15 ડિગ્રી ગગડતાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. નલિયા સૌથી નીચું 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં તાપમાનનો પારો 12.4એ પહોંચ્યો છે.
રાજ્યમાં ઠંડીની શરૂઆત થઇ રહી છે. શિયાળા તાપમાનનો પારો 15 ડિગ્રી ગગડતાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. નલિયા સૌથી નીચું 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં તાપમાનનો પારો 12.4એ પહોંચ્યો છે. હવામાન વિભાગે હજુ ઠંડી વધવાની આગાહી કરી છે. આ વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન
ક્યાં શહેરમાં કેટલું તાપમાન?
- નલિયામાં -11.9 ડિગ્રી તાપમાન
- ગાંધીનગર- 12.4 ડિગ્રી તાપમાન
- કેશોદ – 14.0 ડિગ્રી તાપમાન
- વલસાડ 14.0 ડિગ્રી તાપમાન
- મહુવા – 14.1 ડિગ્રી તાપમાન
- અમદાવાદ – 14.2 ડિગ્રી તાપમાન
- ડિસા – 14.4 ડિગ્રી તાપમાન
- વલ્લભવિધાનગર – 14.4 ડિગ્રી તાપમાન
- અમરેલી 14.7 ડિગ્રી તાપમાન
- વડોદરા 15.0 ડિગ્રી તાપમાન
- ભાવનગર – 16.0 ડિગ્રી તાપમાન
- પોરબંદર – 16.0 ડિગ્રી તાપમાન
- દિવ– 16.3 ડિગ્રી તાપમાન
- રાજકોટ – 16.6 ડિગ્રી તાપમાન
- સુરેન્દ્રનગર – 16.8 ડિગ્રી તાપમાન
- દમણ – 17.0ડિગ્રી તાપમાન
- ભૂજ – 17.0 ડિગ્રી તાપમાન
હિમવર્ષાની અસર હવે દેશના પહાડી રાજ્યોમાં જોવા મળી રહી છે. ધીમે ધીમે ઘણા રાજ્યોમાં ઠંડીની અસર વધવા લાગી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કેટલાક સ્થળોએ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ અને માઈનસ સુધી પહોંચવાના સમાચાર છે. કેટલાક વિસ્તારોમાં શીત લહેર શરૂ થતાં ત્યાં લોકોની મુશ્કેલીઓ વધી છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની મોસમ ચાલુ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા તીવ્ર બનવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરના કેટલાક જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતના રાજ્યો આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ પડી શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં હળવા વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં શીત લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનની અસર સમગ્ર ઉત્તર ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ ઠંડા પવનોને કારણે ઘણા વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
તમિલનાડુ સહિત આ રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર રાજ્યોમાં વરસાદી સમૂહ જૂથના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા વરસાદને કારણે ત્યાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.