શોધખોળ કરો

Weather Update: હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ કલાક આ જિલ્લામાં હજું પડશે વરસાદ

Weather Update: કમોસમી વરસાદ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

Weather Update: કમોસમી વરસાદ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 કલાકમાં ગુજરાતનાં મહિસાગર, પંચમહાલ, નર્મદા, દાહોદ , સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સાથે પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના કારણે  રાજ્યમાં 5,6,7 માર્ચ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર અમરેલી બનાસ કાંઠા સાબરકાંઠામાં દાહોદ છોટાઉદેપુરમાં દક્ષિણ સામાન્ય વરસાદ પડી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હોળી સમયે વરસાદ પડી શકે છે. આગામી સપ્તાહ સુધી કમોસમી વરસાદ  રહેશે.15 માર્ચ સુધી હીટવેવની શક્યતા  પણ નહીવત છે. ધુળેટીના રંગમાં માવઠું  ભંગ પાડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભીતિઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળતા ખેડૂતો-વેપારીઓને કૃષિ પેદાશો ઢાંકીને રાખવા સૂચના અપાઇ છે.

ક્યાં વિસ્તારમાં પડ્યો વરસાદ

હવામાન આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. . પાલનપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અંબાજીના દાંતામાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થયું જેના પગલે ... ઘઉં, રાયડા, મકાઈ, એરંડા, ચણા, જીરા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે  ધરતીપુત્રો  ચિંતિત બન્યાં છે.

અરવલ્લી જિલ્લાના માલપુર અને આસપાસના પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા... વધુ વરસાદ પડશે તો ઘઉં ,ચણા ,કપાસ ,બટાકા ,તડબુચના પાકમાં નુકશાનીની ભીતિ

મહીસાગરના લુણાવાડામાં વાતાવરણ પલટલતા અહીં પણ  ગાજવીજ  હળવો  વરસાદ પડ્યો. વરસાદના કારણે  વાવેતર કરેલા ઘઉં, મકાઈ, બાજરી,ઘાસચારાના પાકને નુકસાનની ભિતીથી ખેડૂતો ચિંતિત છે. એક બાજુ ગરમીની શરૂઆત થઇ ગઇ છે તો બીજ તરફ હજું વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ થાય છે. આ બધાની વચ્ચે વરસાદ પડતાં   એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થતાં  રોગચાળો  વકરે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે.

Gujarat Weather Update: ગુજરાતમાં આ 3 દિવસે વરસાદની આગાહી, ખેડૂતો માટે જાહેર કરવામાં આવી ગાઈડલાઈન

Gujarat Weather Update: ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે અને પડતા પર પાટુ જેવા હાલ ખેડૂતોના થયા છે. ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં માવઠાની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના બાગાયતી તેમજ કઠોળ અને ધન્ય પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

હવામાન વિભાગ દ્વારા 5,6,7 માર્ચના રોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદે અને દક્ષિણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં 38 થી 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યાતા છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ માવઠાની અસર જોવા મળશે એવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. જેના કારણે સાવચેતીના ભાગરૂપે નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને પહેલેથી તાકીદ કરવામાં આવી છે. નવસારી જીલ્લો એ બાગાયતી વિસ્તાર ગણાય છે અને મુખ્યત્વે કેરી, ચીકુ, ડાંગર અને શાકભાજીના પાકો અહીંયા ખેડૂતો દ્વારા લેવામાં આવે છે જેમાં કોઈ પણ વધુ નુકસાની ન થાય એના માટે ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે ગાઈડલાઈન બહાર પાડી છે. 

રાજ્યમાં છેલ્લા એક દાયકાથી ઉનાળાની શરૂઆત પહેલા માવઠાની અસર જોવા મળે છે. બદલાઈ રહેલા વાતાવરણની અસરથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. આ વખતે કેરીનું ફ્લાવરિંગ સારું છે પરંતુ ભેજવાળું વાતાવરણ છેલ્લા બે દિવસથી રહેતા કેરીના પાકમાં ખરણ જોવા મળી રહ્યું છે, એવામાં જો કમસમી વરસાદ અથવા માવઠું પડે તો આ વખતે પણ કેરીનો પાક નિષ્ફળ જાય એવી શક્યતા ખેડૂતો લગાવી રહ્યા છે. તો બીજી તરફ આ માવઠાની અસર ડાંગર અને શેરડીના પાક પર નહિવત જોવા મળશે એવું હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
ACB Trap:  વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ
ACB Trap: વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Swapna Shatra: સપનામાં મૃત માતા-પિતા જોવા મળે તો તેનો શું મતલબ થાય છે, શું તેની અવગણના કરવી જોઈએ?
Swapna Shatra: સપનામાં મૃત માતા-પિતા જોવા મળે તો તેનો શું મતલબ થાય છે, શું તેની અવગણના કરવી જોઈએ?
International Kissing Day: કિસ કરવાથી શરીરમાંથી કયા હોર્મોન થાય છે રિલીઝ? જાણો તેના ફાયદા
International Kissing Day: કિસ કરવાથી શરીરમાંથી કયા હોર્મોન થાય છે રિલીઝ? જાણો તેના ફાયદા
Embed widget