શોધખોળ કરો

શંકરસિંહ વાઘેલાએ સ્મશાનમાં મોદીને ખભે હાથ મૂકીને ભેટીને કાનમાં શું કહ્યું?

અહીં વડાપ્રધાન મોદીને શંકરસિંહ વાઘેલા મળ્યા હતા. તેમણે મોદી સાથે હાથ મિલાવને તેમને ખભે હાથ મૂકીને ભેટીને સાંત્વના આપી હતી.

Heeraben Modi Passed Away: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવનાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવ્યા. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી  તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા પછી સીધા પંકજભાઈના નિવાસસ્થાને ગયા હતા. પંકજભાઈના નિવાસસ્થાનેથી નિકળીને અંતિમયાત્રા ગાંધીનગરમાં સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચી હતી.

અહીં વડાપ્રધાન મોદીને શંકરસિંહ વાઘેલા મળ્યા હતા. તેમણે મોદી સાથે હાથ મિલાવને તેમને ખભે હાથ મૂકીને ભેટીને સાંત્વના આપી હતી.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, એમણે જ્યારે પહેલા નોટબંધી વખતે હીરાબાને લાઈનમાં ઉભા રાખવાની વાત હતી ત્યારે મેં કીધું કે, માતાજીને મારા ઘેર મોકલી આપો. હું એમની સેવા કરીશ. હીરાબા 100 વર્ષથી તંદુરસ્ત આયુષ્ય સાથે આપણા વચ્ચે નથી રહ્યા. હમણાં જ અગ્નીસંસ્કાર કરીને પાછા આવ્યા છીએ. એમના આત્માના મોક્ષ મળે એવી પ્રાર્થના કરું છું. શંકરસિંહ વાઘેલાએ આગળ કહ્યું કે, હારાબા પ્રમાણે પુત્ર પુત્ર હોય છે પ્રધાનમંત્રી નથી હોતા. પીએમ ખુદ હાજર રહ્યા. પુત્ર પ્રેમ શું છે, માતા પ્રેમ શું છે તેનું ઉદાહરણ રહ્યા છે. જ્યારે પણ મળતા ત્યારે તેઓ પહેલા ખાવાનું પુછતા હતા. તેઓ હંમેશા બધાને સાથે રહેવાનું કહેતા હતા.

નોંધનીય છે કે, હીરાબાના નિધનની દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપતાં લખ્યું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામા, મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

100 વર્ષની વયે હીરા બાએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. બુધવારે જ તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએ

પીએમ મોદી ઘણીવાર તેમની માતા સાથેના સંબંધો વિશે વાત કરતા હતા. વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંની હોસ્પિટલમાં તેમની માતાને મળ્યા હતા. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા જ વડાપ્રધાન તેમની માતા હીરાબેનને મળવા ગયા હતા. કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી કાર અકસ્માતમાં ઘાયલ થયાના એક દિવસ બાદ હીરાબેન મોદીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા છે.

હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા, જેને હીરા બા તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે તેઓ રાયસન જઈને માતાને મળતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?
Embed widget