શોધખોળ કરો
અતિભારે વરસાદને લઈને IMDએ શું કરી મોટી આગાહી? કયા રાજ્યને એલર્ટ જાહેર કરાયું? જાણો વિગત
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, 14 અને 15 ઓગસ્ટે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પણ મૂસળધાર વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કેટલાંક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.
![અતિભારે વરસાદને લઈને IMDએ શું કરી મોટી આગાહી? કયા રાજ્યને એલર્ટ જાહેર કરાયું? જાણો વિગત What is the forecast for IMD over heavy rainfall? અતિભારે વરસાદને લઈને IMDએ શું કરી મોટી આગાહી? કયા રાજ્યને એલર્ટ જાહેર કરાયું? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/09123545/Rain-Weather.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે પોતાનું લેટેસ્ટ બૂલેટિન જારી કર્યું છે. જેમાં આવનારા 4 દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડ નજીકના વિસ્તારો અને ગંગાટિક પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશામાં લો-પ્રેશર તૈયાર થયું છે જેથી આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, 14 અને 15 ઓગસ્ટે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પણ મૂસળધાર વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કેટલાંક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. કેરળમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
14 ઓગસ્ટ-પૂર્વ રાજસ્થાન અને મધ્ય-પ્રદેશમાં આ દિવસે ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ એરિયા, તેલંગણા અને કોંકણ એન્ડ ગોવામાં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે.
આ સિવાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ એન્ડ દિલ્હી, પૂર્વ ઉત્તર પ્રદેશ, ગુજરાત રીઝ, છત્તીસગઢ, આંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ્સ, કોસ્ટલ એન્ડ દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.
15 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાનમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય ઉત્તરાખંડ અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ એન્ડ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, ગુજરાત રીઝનમાં વરસાદની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)