જૂનાગઢના મહાશિવરાત્રી મેળાને લઇને શું લેવામાં આવ્યો મોટો નિર્ણય?
જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સાધુ-સંતો, જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
જૂનાગઢઃ શિવભક્તો માટે ખુશખબર આવ્યા છે.જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો યોજવાની આખરે મંજૂરી આપી દેવામાં આવી છે. જૂનાગઢમાં કોરોનાની ગાઈડલાઈન સાથે મહાશિવરાત્રિનો મેળો યોજાશે. આ નિર્ણય કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં લેવાયો હતો. ભક્તો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી ભવનાથની તળેટીમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાનો લ્હાવો લઈ શકશે. મહત્વનું છે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મેળા યોજવા પર પ્રતિબંધ લગાવવામાં આવતો હતો. પરંતુ હાલ કોરોનાનું સંક્રમણ ઓછું થતા અને મોટા ભાગના લોકોનું વેક્સીનેશન થઈ જતા કોરોનાની ગાઈડલાઈન સાથે મેળો યોજવાની મંજૂરી આપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સાધુ-સંતો, જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે કોરોના ગાઈડલાઈન સાથે આ વર્ષે જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિનો ભવ્ય મેળો યોજાશે.
મેળાનો પરંપરાગત રીતે પ્રારંભ 25 ફેબ્રુઆરીના ધ્વજારોહણથી કરાશે.મહત્વનું છે કે, કોરોનાને લઈ છેલ્લા 2 વર્ષથી જૂનાગઢમાં પ્રતિકાત્મક રીતે જ મેળો યોજાતો હતો. જો કે, આ વર્ષે કોરોના કાબૂમાં આવતા શિવરાત્રિનો મેળો યોજવા માટે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. એવામાં આજે નિર્ણય લેવાયો હતો કે આ વર્ષે જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો યોજાશે. આ નિર્ણયને સાધુ-સંતોએ આવકાર્યો હતો.
ચીનની આ દિગ્ગજ મોબાઇલ કંપની ભારતમાં 2023 સુધી કરશે 3,500 કરોડનું રોકાણ, જાણો શું છે પ્લાનિંગ........
EPFO સભ્ય છો ? તો જાણી લો સરકાર તમારા માટે શું શું આપી રહી છે લાભ, શું છે ફાયદો, જાણો વિગતે
મોદી સરકાર યુવાનોને દર મહિને આપી રહી છે 25000 રૂપિયા અને કાયમી નોકરી? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા