Gujarat: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. અમદાવાદનું તાપમાન 12.0 ડિગ્રી આસપાસ રહેશે.

ગાંધીનગર : અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. અમદાવાદનું તાપમાન 12.0 ડિગ્રી આસપાસ રહેશે. આવતીકાલે અમદાવાદમાં બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે જેના લીધે કાલનો એક દિવસ ઠંડી ઘટશે. નલિયા 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બે દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર - પૂર્વ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે.
હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે
રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી જોવા મળી રહી છે જ્યારે બપોર બાદ ગરમીનો અનુભવ થાય છે. ગુજરાતના કેટલાક ભાગોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભવિત અસરના ભાગરૂપે માવઠાની શક્યતા હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતાં કમોસમી વરસાદની શક્યતા હવે નથી.
લધુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં
ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાનું છે. આ દરમિયાન લધુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. આ સમયગાળા દરમિયાન હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ હતી પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડતા હવે માવઠાની કોઈ શક્યતા નથી.
દિલ્હી-NCRમાં વરસાદનું એલર્ટ
સોમવાર પછી દિલ્હી-NCRના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થશે. મંગળવાર અને બુધવારે (03 અને 05 ફેબ્રુઆરી) દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઘણી જગ્યાએ વરસાદની પણ શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, દિલ્હીનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
હરિયાણા, રાજસ્થાન અને યુપીમાં પણ વરસાદની સંભાવના
હવામાન વિભાગે કહ્યું કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય રાજ્યોમાં 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે વરસાદની સંભાવના છે. આ સાથે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
આ તમામ સ્થળોએ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાના અને વરસાદ બાદ વાતાવરણ સ્વચ્છ રહેવાના સંકેતો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ પછી આકાશ સાફ થઈ જશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાવાની છે. વધતા તાપમાન અને ગરમ પવનોને કારણે અહીં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ધુમ્મસની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં પણ છૂટાછવાયા વરસાદની આશંકા છે. આવી સ્થિતિમાં દિલ્હીના લોકોને વરસાદ, ધુમ્મસ અને ગરમી જેવા બદલાતા હવામાન માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે.
Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
