(Source: ECI/ABP News/ABP Majha)
Weather Update: વરસાદ બાદ હવે કયારથી શરૂ થશે કડકડતી ઠંડી, હવામાન વિભાગનું અનુમાન
Weather Update:
Weather Update: દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો થતાં સવારે અને મોડી રાત્રે હળવી ઠંડી અનુભવાય છે. ગુરુવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 33 અને લઘુત્તમ 18-19 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.
મળતી માહિતી મુજબ, પહાડી રાજ્યોમાં હિમવર્ષા બાદ દિલ્હીનું તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહથી દિલ્હીમાં ઠંડીની અસર દેખાવાનું શરૂ થઈ શકે છે. જો કે 15 નવેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે. નવેમ્બરના ત્રીજા સપ્તાહથી કડકડતી ઠંડી પડી શકે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડી વધુ રહેવાનો અંદાજ છે.
15 નવેમ્બર બાદ ઠંડીમાં ઝડપથી વધારો થશે. કારણ કે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે અને ઠંડીનું મોજુ રહેશે. જો કે, નીચેના મેદાનોમાં ઠંડા પવનોને કારણે તીવ્ર ઠંડી તેની અસર બતાવવાનું શરૂ કરશે. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 33 અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. ગુજરાતમાં પણ નવેમ્બરના અંતમાં ઠંડીની શરૂઆત થવાનો અનુમાન છે. જરાતમાં ચોમસાએ વિધિવત વિદાય લીધા બાદ હવે શિયાળાની શરૂઆત થઈ રહી છે. પરંતુ હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી અનુભવાય છે તો દિવસ દરમિયાન ગરમી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર,શુક્રવારે (25મી ઓક્ટોબર) રાજ્યનું લઘુતમ તપામાન 20.7 ડિગ્રી નોંધાયું હતુંહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી મહિનામાં રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. જેમાં ગરમી અને ઠંડી બંને વાતાવરણ ફરી વધુ ઉગ્ર બનશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલેના અનુમાન મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પ્રથમ તબક્કામાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં 27 અને 28 ઓક્ટોબરે સામાન્ય વરસાદ શરૂ થવાની શક્યતા છે. આના કારણે કારણે દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં હળવા વરસાદની સંભાવના છે.