શોધખોળ કરો
ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ઠંડી ? ચોમાસું ક્યારે સત્તાવાર રીતે થશે વિદાય ?
અંદામાનના દરિયામાં લો પ્રેશર સક્રિય થયું છે તેના કારણે વરસાદ પડશે પણ આ લો પ્રેશરની આખા ગુજરાતને અસર નહિ થાય પણ દક્ષિણ ગુજરાતના એક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે.
![ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ઠંડી ? ચોમાસું ક્યારે સત્તાવાર રીતે થશે વિદાય ? When will the cold start in Gujarat? When will the monsoon officially depart? ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ઠંડી ? ચોમાસું ક્યારે સત્તાવાર રીતે થશે વિદાય ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/06022638/winter.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ બંધ થઈ ગયો છે તેથી આખા રાજ્યમાંથી ચોમાસુ વિદાય થઈ ગયું છે અને હવે વરસાદ નહી પડે એવું મનાય છે પણ હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાતમાં હજુ વરસાદ પડશે. હવામાના ખાતાની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે.
હાલમાં ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. તેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યોં છે પણ 15 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાવા માંડશે.
અંદામાનના દરિયામાં લો પ્રેશર સક્રિય થયું છે તેના કારણે વરસાદ પડશે પણ આ લો પ્રેશરની આખા ગુજરાતને અસર નહિ થાય પણ દક્ષિણ ગુજરાતના એક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છ ,ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી ચોમાસાની વિદાય તઈ ચૂકી છે તેથી દક્ષિણ ગુજરાતમાં આ વરસાદી ઝાપટાં પછી આગામી દિવસોમાં રાજ્યભરમાંથી ચોમાસુ વિદાય લેશે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની શરુઆત થશે અને ઠંડીનો ચમકારો વર્તાવા માંડશે. હાલમાં ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. તેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યોં છે પણ 15 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાવા માંડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)