શોધખોળ કરો

અહમદ પટેલની શ્રધ્ધાંજલિ સભામાં કોંગ્રેસના ક્યા બે ટોચના નેતા જ રહ્યા હાજર ? ક્યા મુખ્યમંત્રી આવશે પટેલના વતન ?

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.

ભરૂચઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા, ભૂતપૂર્વ સાંસદ અહેમદ પટેલની ગુરૂવારે પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે તેમના વતન અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં કોંગ્રેસમાંથી  ભરતસિંહ સોલંકી અને મૌલિન વૈષ્ણવ એ બે ટોચના નેતાએ જ સવારે હાજરી આપી હતી. અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી સહિતના અન્ય નેતા હાજર નહોતા રહ્યા.

જોકે, બપોરે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા છે. તેમની સાથે વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર, તુષાર ચૌધરી, જગદીશ ઠાકોર પહોંચ્યા છે. 

કોંગ્રેસના કાર્યકરો તથા સ્થાનિક લોકો દ્વારા અહેમદ પટેલની કબર પર ફૂલ ચઢાવીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. સ્વ. અહમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ કોંગ્રેસના નેતાઓ શ્રદ્ધાંજલિ આપશે એવી જાહેરાત કરાઈ હતી પણ તેમના વતનમાં કોઈ નેતા આવ્યા નહોતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત શ્રદ્ધાંજલિ આપવા બપોરે અંકલેશ્વર આવશે એવી જાહેરાત કરાઈ છે. સ્વ. અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.

Setback For Congress: મેઘાલયમાં પણ ટીએમસીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, 17માંથી 12 ધારાસભ્યો તૂટ્યા

Meghalaya congress: મેઘાલયમાં કોંગ્રેસના 17 ધારાસભ્યો હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાંથી 12 ટીએમસીમાં જોડાઈ ગયા છે. આમાં મેઘાલયના પૂર્વ સીએમ મુકુલ સંગમાનું નામ પણ સામેલ છે. આજે સંગમા આ અંગે ઔપચારિક જાહેરાત કરી શકે છે. પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના મૌસીનરામના ધારાસભ્ય શાંગપ્લિયાંગે બુધવારે રાત્રે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "મેઘાલયમાં કોંગ્રેસના 17માંથી 12 ધારાસભ્યોએ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અમે પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસમાં ઔપચારિક રીતે જોડાઈશું." તેમણે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો બપોરે 1 વાગ્યે એક કાર્યક્રમમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાશે.

શિલોંગમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે કોંગ્રેસથી અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયેલા ધારાસભ્યોના જૂથે ધારાસભ્યોની યાદી સ્પીકર એમ લિંગદોહને સુપરત કરી છે અને તેમને તેમના નિર્ણય વિશે જાણ કરી છે. આ જાહેરાત સાથે, TMC મેઘાલયમાં મુખ્ય વિરોધ પક્ષ બની જશે. આ પહેલા કોંગ્રેસ છોડીને TMCમાં સામેલ થનારાઓની યાદી જુઓ. ઝારખંડ અને બિહારના રાજકારણનો ચહેરો એવા પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ તાજેતરમાં TMCમાં જોડાયા છે. મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવ પહેલાથી જ ટીએમસીમાં જોડાઈ ચૂક્યા છે.

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લિઝિન્હો ફેલેરીઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જીએ કોંગ્રેસને ટાટા કહીને મમતા કેમ્પમાં જઈને ટીએમસીમાં જોડાયા. ટીએમસીમાં જોડાનારાઓમાં ઉત્તર પ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસી નેતા કમલાપતિ ત્રિપાઠીના પ્રપૌત્ર લલિતેશ પાટી ત્રિપાઠી પણ સામેલ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે મમતાથી નારાજ થવું સ્વાભાવિક છે. વાસ્તવમાં, મમતા બેનર્જી સતત દાવો કરી રહી છે કે તેઓ ટીએમસીને પીએમ મોદીની સામે ઉભા કરવા માંગે છે, પરંતુ આ માટે તેમને ચોક્કસપણે વિસ્તરણની જરૂર પડશે. વિસ્તરણમાં કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.

એવું લાગે છે કે ટીએમસી જેટલી શક્તિશાળી છે, ભારતીય રાજકારણમાં કોંગ્રેસ માટે જગ્યા ઓછી છે. જો કે મમતા પોતે કોંગ્રેસનો ભાગ હતી, પરંતુ કોંગ્રેસ સામે બળવો કરીને મમતાએ ટીએમસીની રચના કરી અને આજે પશ્ચિમ બંગાળમાંથી જ કોંગ્રેસનું કાર્ડ લગભગ સાફ થઈ ગયું છે. સવાલ એ છે કે શું મમતા આખા દેશમાં આ જ કામ કરવા જઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget