શોધખોળ કરો
મોદીએ ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવાના મિશન સાથે મોકલેલા 4 ધુરંધરો શાના છે નિષ્ણાત ? જાણો ચારેયની વિગતો
કોરોનાના એપીસેન્ટર એવા સુરત અને અમદાવાદમાં કોરોનાગાર્સત વિસ્તારોની મુલાકાત લઈને ત્યાંની સ્થિતીની ટીમ દ્વારા સમીક્ષા પણ કરાશે અને શું પગલાં લેવાં તે અંગે ભલામણ પણ કરાશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધતાં નરેન્દ્ર મોદી સરકારે નિષ્ણાતોની ટીમને ગુજરાત મોકલી છે. મોદી સરકારે મોકલેલી કેન્દ્રીય આરોગ્ય ટીમે બે દિવસ ગુજરાતમા રહેશે અને કોરોના મુદ્દે સમગ્ર માહિતી મેળવશે. કોરોનાના એપીસેન્ટર એવા સુરત અને અમદાવાદમાં કોરોનાગાર્સત વિસ્તારોની મુલાકાત લઈને ત્યાંની સ્થિતીની ટીમ દ્વારા સમીક્ષા પણ કરાશે અને શું પગલાં લેવાં તે અંગે ભલામણ પણ કરાશે. મુખ્યમંત્રીના કેન્દ્ર સરકારને અનુરોધના પરિણામે ગુરૂવાર તા. 16 જુલાઇથી શનિવાર તા.18 જુલાઇ સવાર સુધી અમદાવાદ અને સુરતની મૂલાકાતે 4 વરિષ્ઠ સભ્યોની કેન્દ્રીય ટીમ આવી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી આરતી આહુજાની આ ટીમ ગુરૂવારે 16 જુલાઇએ સાંજે અમદાવાદથી હવાઇ માર્ગે સુરત આવ્યા હતા. આવો જાણીએ આ ચારેય નિષ્ણાંતો વિશે ડૉ. વિનોદ પાલ ડૉ. વિનોદ પાલને ઓગસ્ટ 2017માં નીતિ આયોગના સભ્ય બનાવવામાં આવ્યા હતા. અહીં તેઓ સ્વાસ્થ્ય અને પોષણ વર્ટિકલોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે પોષણ અભિયાન અને આયુષ્માન ભારત પહેલ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પહેલા તેઓ લગભગ 32 વર્ષ સુધી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા, નવી દિલ્હીમાં ફેકલ્ટી સભ્ય રહ્યા છે અને લગભગ એક દાયકા સુધી બાળચિકિત્સા વિભાગના પ્રમુખ રહ્યા છે. તેમને વર્ષ 2018માં એડબલ્યૂએચઓ દ્વારા પ્રતિષ્ઠિત ઇહસન ડોગરામેસી ફેમિલી હેલ્થ ફાઉન્ડેશન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. બલરામ ભાર્ગવ ડૉ. બલરામ ભાર્ગવ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર છે. આ પહેલા તેઓ એઈમ્સ દિલ્હીમાં કાર્ડિયોલોજી વિભાગમાં પ્રોફેસર હતા. વર્ષ 2014માં તેમને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. તેઓ નેશનલ એકેડમી ઓફ સાયન્સ, ઇન્ડિયા, અમેરિકન હર્ટ એસોસિએશન, એકેડમી ઓફ મેડિકલ સાયન્સિસ, નેશનલ એકેડમી ઓફ મેડિકલ સાયન્સીસ અને અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના ફેલોમાં સ્થાન ધરાવે છે. રણદીપ ગુલેરિયા રણદીર ગુલેરિયા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)ના ડિરેક્ટર છે. તેઓ જાણીતા પલ્મોનોલોજિસ્ટ છે. વર્ષ 2015માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એઈમ્સમા ડિરેક્ટર બનતાં પહેલા તેઓ એઇમ્સમાં જ પ્રોફેસર હતા અને પલ્મોનોલોજિસ્ટ અને સ્લીડ ડિસઓર્ડર વિભાગના હેડ હતા. તેઓ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે સાઈન્ટિફિકટ એડવાઈઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટના સભ્ય તરીકે જોડાયેલ છે. આરતી આહુજા આરતી આહૂજા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ સચિવ તરીકે કામ કરી રહ્યા છે. આ પહેલા તેઓ લાલ બહાદુર શાસ્ત્રિ નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં સ્પેશયલ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા.
વધુ વાંચો





















