શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોને મળશે ટિકિટ ? જાણો સી.આર.પાટિલે શું કરી ટકોર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મેળવા ઈચ્છતા ઉમેદવારોને લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે ટકોર કરી છે.
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મેળવા ઈચ્છતા ઉમેદવારોને લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે ટકોર કરી છે. સી.આર પાટીલે કહ્યું કે પાયામાં કામ કર્યું હશે તો જ ટિકિટ મળશે. હાલ તો તાલુકા પંચાયતના સભ્યો પણ સરપંચોની ચૂંટણી લડે છે. ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે કામ કરશો તો બધુ જ મળશે અને કામ કરવું પડશે.
મહેસાણાના શંખલપુરમાં સરપંચ સંવાદ કાર્યક્રમમમાં મહિલા સરપંચની ઓછી હાજરીથી સી.આર.પાટીલે ટકોર કરી છે. પાટીલે કહ્યું કે, મહિલા સરપંચ હશે પણ પતિ સરપંચો કાર્યક્રમમાં આવ્યા હશે. બહેનોને આ અધિકાર આપવા માટે જ અનામતની વ્યવસ્થા કર્યાનું પાટીલે જણાવ્યું હતું. સરપંચ ભાઈઓની તુલનામાં મહિલા સરપંચની ખૂબ ઓછી સંખ્યા હોવાની વાત સાથે મહિલાઓનો અધિકાર છીનવી ન લેવાય તે પણ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement