Agriculture News: સાવરકુંડલા એપીએમસીમાં કપાસ વેચવા આવેલા ખેડૂતો વેચાણ કર્યા વગર કેમ પરત ફર્યા? જાણો વિગત
સાવરકુંડલા એપીએમસી દ્વારા હરાજી બંધ રાખવા નિર્ણય કરતા ખેડૂતોને પોતાનો કપાસ વહેંચયા વગર ઘરે લઈ જવાની ફરજ પડી હતી.
Savarkundla News: સાવરકુંડલા એપીએમસી સેન્ટરમાં ખેડૂતોને નવો કપાસ આવતા એપીએમસી સેન્ટરમાં નવા કપાસની આવક વધી છે. છેલ્લા ઘણા દિવસથી જાહેર હરાજીમાં નવા કપાસની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે ખેડૂતોએ સાંજથી વાહનોમાં કપાસ ભરીને એપીએમસી સેન્ટર ઉપર લાંબી વાહનોની લાઈન લગાવી દીધી હતી પરંતુ સાવરકુંડલામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. સામાન્ય વરસાદ પડતા જાહેર હરાજી બંધ રાખવા એપીએમસીમાં એ નિર્ણય કર્યો હતો તેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો એ મુશ્કેલી ભોગવવી હતી.
આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ સહિત જણસી વેચવા આવે છે
સાવરકુંડલા પંથક તેમજ બહારથી ખેડૂતો જાહેર હરાજીમાં પોતાનો કપાસ વાહનોમાં લઈને ગઈકાલ સાંજથી આવ્યા હતા આજે સવારથી વરસાદી વાતાવરણ છવાતા વેપારી કપાસની ખરીદી ન કરતા ખેડૂતો હરાજી થશે કે નહીં તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા પરંતુ એપીએમસી દ્વારા હરાજી બંધ રાખવા નિર્ણય કરતા ખેડૂતોને પોતાનો કપાસ વહેંચયા વગર ઘરે લઈ જવાની ફરજ પડી હતી સામન્ય વરસાદ પડતાં હરાજી બંધ રાખતા ખેડૂતો પોતાનો બળાપો કાઢ્યો હતો એપીએમસી સેન્ટર ઉપર કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આ મુશ્કેલી ભોગવવા નો વારો આવ્યો છે.
સોમવારથી રાબેતા મુજબ થશે હરાજી
સાવરકુંડલા એપીએમસી સેન્ટર ઉપર નવા કપાસની આવક થઈ રહી, છે રોજની પાંચ થી છ હજાર મણ ની આવક હતી. આજે દશ હજાર મણ જેટલી કપાસની આવક થઈ હતી. સવાર થી વાતાવરણમાં પલટાયું હતું ખેડૂતો કપાસ લઈ ને આવેલ પરંતુ વરસાદ શરૂ થતાં વેપારી કપાસ લેવામાં નો હોય તેના કારણે કપાસની હરાજી આજે બંધ રાખવામાં આવી હતી. અન્ય જણસની હરાજી એપીએમસીના શેડમાં હોવાને કારણે શરૂ રાખવામાં આવી હતી .આવતી કાલે જાહેર રજા હોવાથી માર્કેટ યાર્ડમાં હરાજી બંધ રહેશે. બાદમાં રાબેતા મુજબ હરાજી શરૂ કરવામાં આવશે.
અમરેલીના બગસરા શહેરમાં વરસાદના પગલે રસ્તાઓ પાણી પાણી થયા છે. બગસરા શહેર તેમજ લૂંઘીયા સહિત આસપાસમાં ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. જગતના તાતની ચિંતાઓના ઘેરાયેલા વાદળો વરસાદરૂપી વરસ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના પગલે બગસરા તાલુકાના મુંજીયાસર ગામ પાસે સાંતલી નદી ઉપર આવેલો મુંજીયાસર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઈ બગસરા તાલુકાના જામકા, સનાળિયા, બગસરા, જેઠીયાવદર, શીલાણા સહિત પાંચ ગામને એલર્ટ કરાયા છે, જ્યારે અમરેલી તાલુકાના બાબાપુર, મોટા માંડવડા, ટીમલા, ગાવડકા અને પાણીયા સહિત પાંચ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા ગામ લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા તેમજ સાવચેતી રાખવા તંત્રની સૂચના છે.