શોધખોળ કરો

Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ

Weather Update: આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી વધશે કે પછી સ્થિતિ યથાવત રહેશે? અથવા તો પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે વરસાદ થશે? જાણીએ વેધર અપડેટ્સ

Weather Update: ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાની એન્ટ્રીને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આ વખતે ચોમાસું સમય પહેલાં જ દસ્તક દે તેવી શક્યતા છે.  વેલમાર્ક લો પ્રેશર એરિયાના કારણે મોનસૂન એક્ટિવિટી ઝડપથી આગળ વધી રહી છે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે, 16 મે સુધીમાં ચોમાસું અંડમાન-નિકોબારના સમુદ્ર વિસ્તારમાં દસ્તક આપી શકે છે.બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા મોનસૂનને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.આ સિસ્ટમના કારણે ચોમાસું નિયત સમય કરતાં વહેલું આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચોમાસું પહેલા બંગાળની ખાડીમાં સક્રિય બનશે, ત્યારબાદ શ્રીલંકા તરફથી આગળ વધીને અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે.અંદાજ મુજબ 27 મે સુધીમાં મોનસૂન કેરળના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.

મોનસૂનની બંગાળની ખાડીમાં એન્ટ્રી બાદ ગુજરાતના વેધર પેટર્નમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.18 મે બાદ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.જો કે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય, પરંતુ પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ અને તેજ પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ દસ્તક આપે છે.પરંતુ આ વખતે પ્રિમોનસૂન એક્ટિવિટી વહેલી શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે.

હાલ રાજ્યમાં ભારે ગરમીની સ્થિતિ  યથાવત છે.17 થી 21 મે દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે.પરંતુ રાહતના સમાચાર એ છે કે, 21 મે બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે.કુલ મળીને આગામી દિવસોમાં ગુજરાતમાં એક તરફ ગરમીનો માર રહેશે તો બીજી તરફ પ્રિમોનસૂન એક્ટિવિટી પણ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે.હવામાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો:આજથી 5 દેશોના પ્રવાસ પર PM મોદી, સૌથી પહેલા કેમ જઇ રહ્યાં છે UAE, છેલ્લે જશે ઇટાલી

અંબાલાલ પટેલની આગાહી 
રાજ્યમાં હાલ સતત કાળઝાળ ગરમી પડી રહી છે. હિટવેવની સ્થિતિ યથાવત છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40ને પાર પહોચ્યું છે.  રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યાં છે. અંબાલાલ પટેલે 18 મેથી હળવા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 18થી 23 તારીખ દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આંધી-વંટોળની આગાહી કરી છે. આંધી-વંટોળના કારણે ધૂળની ડમરીઓ ઉડશે. 18થી 23 તારીખ દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget