શોધખોળ કરો
Advertisement
ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતના આ વિસ્તારમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
હાડ થીજવતી ઠંડીની વચ્કચે મોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોના રવિ પાકને નુકસાન જવાની ભીતી છે.
અમદાવાદઃ ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલથી ત્રણ દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી અનુસાર 8 જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
તો 9 જાન્યુઆરીના રોજ છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ અને 10 જાન્યુઆરીના રોજ દાહોદ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદથી ખેડૂતોના રવિ પાકને નુકસાન જવાની ભીતી છે.
માવઠાની આગાહીની સાથે જ રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યમાં આગામી ત્રણ દીવસ ઠંડી વધવાની શક્યતા છે. ત્યારે 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. નલિયા બાદ સૌથી ઓછુ તાપમાન ગાંધીનગરનું 10 ડિગ્રી નોંધાયુ હતું.
આ ઉપરાંત ડિસામાં ઠંડીનો પારો 10.5 ડિગ્રી, અમદાવાદમાં ઠંડીનો પારો 11.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ કોલ્ડ વેવની આગાહી છે અને આગામી બે ત્રણ દિવસમાં હજુ પણ ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે.
અન્ય શહેરોની વાત કરીએ તો વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 12.1 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી, સુરતમાં 15.6 ડિગ્રી, વલસાડમાં 11 ડિગ્રી, અમરેલીમાં 10.2 ડિગ્રી, દ્વારકામાં 14.4 ડિગ્રી, ઓખામાં 17.4 ડિગ્રી, પોરબંદરમાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 10.8 ડિગ્રી, દિવમાં 14.1 ડિગ્રી, સુરેંદ્રનગરમાં 11 ડિગ્રી અને ભૂજમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement