શોધખોળ કરો
સૌરાષ્ટ્રના કયા 9 ટાપુ પર લેખિત પરવાનગી વગર નહીં કરી શકાય પ્રવેશ? જાણો શું છે કારણ?
9 ટાપુ પર પ્રવેશ માટે લેખિત પરવાનગી લીધા બાદ પ્રવેશ કરી શકાય તે મુજબનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું છે. આવું જાહેરનામું વખતોવખત બહાર પાડવામાં આવતું હોય છે.

પ્રતિકાત્મક તસવીર.
જામનગરઃ જિલ્લામાં 9 દરિયાઇ ટાપુ આવેલા છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોય અવારનવાર ધાર્મિક પ્રસંગો અને દર્શનાર્થે લોકો અવરજવર કરે છે. ત્યારે રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃતિ રોકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 9 ટાપુ પર પ્રવેશ માટે લેખિત પરવાનગી લીધા બાદ પ્રવેશ કરી શકાય તે મુજબનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું છે. આવું જાહેરનામું વખતોવખત બહાર પાડવામાં આવતું હોય છે.
વધુ વાંચો




















