શોધખોળ કરો

Patan:  હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં યુવકે જૂની અદાવતમાં કર્યું ફાયરિંગ, 3 લોકોને ઈજા

આજે પાટણના હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં એક યુવકે જૂની અદાવતમાં રિવોલ્વરથી  ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોનું નામ શિવાભાઈ હીરાભાઈ સુથાર, સોનાજી પટ્ટણી અને વિજય પટ્ટણી છે.

પાટણ:  આજે પાટણના હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં એક યુવકે જૂની અદાવતમાં રિવોલ્વરથી  ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોનું નામ શિવાભાઈ હીરાભાઈ સુથાર, સોનાજી પટ્ટણી અને વિજય પટ્ટણી છે. જેમાં શિવાભાઈ સુથારને છાતીના ભાગે 2 ગોળી અને માથાના ભાગે 2 ગોળી વાગી છે. સોનાજી પટ્ટણીને માથાના ભાગે ગોળી વાગતા 15 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે. હારીજ તાલુકાના દુનાવાડા ગામે ફાયરિંગની ઘટનાની જાણ હારીજ પોલીસને તેમજ પાટણ એલસીબી ટીમને થતા તેઓએ તાત્કાલિક દુનાવાડા ગામે પહોંચી જઈ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો.  

કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવેને શું મળ્યું ?

01 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે રેલવે બજેટનો પણ સામાન્ય બજેટની અંદર સમાવેશ થઈ જાય છે. આ વખતે રેલવેને 2.41 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે. જેમાંથી ગુજરાતને 8332 કરોડ ફાળવાયા છે. ઉપરાંત રેલવેને લગતા 36,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થઈ ચૂક્યા છે. ગુજરાતમાં 87 સ્ટેશન રી-ડેવલપમેન્ટ પ્રોજેકટમાં લેવાયા છે. આ આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું મિશ્રણ હોય તેવું પ્રધાનમંત્રીનું સુચન છે. વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ બે શહેરોને જોડવા વંદે મેટ્રો ટ્રેન ભવિષ્યમાં આવશે. જ્યાં સુધી બુલેટ ટ્રેનની વાત છે તો અમદાવાદ સેક્શનમાં 140 કિલોમીટરનું કામ થયું છે. 

આ વર્ષમાં મહારાષ્ટ્ર સેક્શન પર કામ વધુ થશે. 2026 સુધીમાં બુલેટ ટ્રેન આવશે તેવું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ છે. વન નેશન વન પ્રોડકટને પણ 750 સ્ટેશનથી આગળ વધીને 01 હજાર સ્ટેશન પર લઈ જવાશે. 2371 કરોડના ખર્ચે અમદાવાદ સ્ત્રશનને રી-ડેવલપ કરાશે. જેની કામગીરી એપ્રિલ મહિનાના અંતમાં શરૂ થાય તેવી શકયતા છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો

કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવેને શું મળ્યું એ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો હતો. ગુજરાત માટે 8332 કરોડ રેલવેને ફાળવવામાં આવ્યા છે. 6,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થયા છે. ગુજરાતમાં 87 સ્ટેશન રી-ડેવલપમેન્ટના પ્રોજેકટમાં લેવાયા છે. અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, બારડોલી, ભચાઉ, ભરૂચ, ભાવનગર, અસારવા, બીલીમોરા, બોટાદ, ચાંદલોડિયા, ચોરવાડ, દ્વારકા, હાપ, જામ-જોધપુર, કલોલ, કેશોદ લખતર, લીંબડી, લીમખેડા, મહેસાણા, મહુઆ, કરજણ, નવસારી, પડધરી વગેરેનું રી-ડેવલપમેન્ટના થશે. 

આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું બનવું જોઈએ

રેલવે મંત્રીએ વધુમાં કહ્યું કે, આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું બનવું જોઈએ. જેમાં સ્થાનિક હેરિટેજનું પ્રતિબિંબ હોય. રેલવેમાં 2.5 કરોડથી ઉપરના કામ સંસદમાં એપ્રુવ કરાવવા પડે છે.  રેલવે યુનિવર્સિટી વડોદરામાં શરૂ થઇ રહી છે જેમાં વર્લ્ડ કલાસ કોર્સ હશે. 03 જ વર્ષમાં વિધાર્થીઓને પ્લેસમેન્ટ મળી જશે. દર 8-10 દિવસમાં વંદે ભારત ટ્રેન બની રહી છે. આગળ નવા રૂટ પર પણ ચાલુ થશે. બુલેટ ટ્રેનના અમદાવાદ સેક્શનમાં 140 કિલોમીટરનું કામ થયું છે. આ વર્ષમાં મહારાષ્ટ્ર સેક્શન પર કામ વધુ થશે. સિવિલ કન્સ્ટ્રકશનનું કામ સમાપ્ત થતા હવે પાટા પાથરવાનું અને ત્યારબાદ ઇલેટ્રિકનું કામ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Embed widget