શું છે Halloween ફેસ્ટીવલ,વિદેશમાં આ કારણે છે વધુ પોપ્યુલર, ભારતમાં પણ વધ્યો ક્રેઝ
Halloween Festival: હેલોવીનના દિવસે, લોકો ડરામણા કોસ્ચ્યુમ પહેરે છે અને ડરામણી માસ્ક-મેકઅપ લગાવે છે. આવો તમને જણાવીએ કે આવું શા માટે કરવામાં આવે છે.
Halloween Festival: હેલોવીનના દિવસે, લોકો ડરામણા કોસ્ચ્યુમ પહેરે છે અને ડરામણી માસ્ક-મેકઅપ લગાવે છે. આવો તમને જણાવીએ કે આવું શા માટે કરવામાં આવે છે.
હેલોવીનની ચર્ચા આજે એટલા માટે થઈ રહી છે કારણ કે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં હેલોવીન પાર્ટી દરમિયાન સેંકડો લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ અને ગુમ છે. વિદેશોમાં, હેલોવીન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે, ઘણા અજાણ છે કે, હેલોવીન શું છે તો ચાલો જણાવીએ કે હેલોવીન શું છે અને શા માટે તે આટલી લોકપ્રિય છે?
હેલોવીન 31મી ઓક્ટોબરે યોજાય છે. જો કે, લોકો અગાઉથી તેની ઉજવણી કરવાનું શરૂ કરે છે અને વિવિધ પ્રકારની પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. આ પાર્ટીમાં લોકો ડરામણા કપડાં અને મેકઅપ કરે છે. કારણ કે આ દિનને આત્માઓનો દિવસ છે. એટલે કે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂર્વજોની આત્માઓને શાંતિ મળે છે. આ દિવસે પહેરવામાં આવતા કપડાંને હેલોવીન કોસ્ચ્યુમ કહેવામાં આવે છે.
હૈલોવીન પાર્ટીની શરૂઆત ક્યારથી થઇ
આજે હૈલોવીન ફેસ્ટિવલ સમગ્ર દુનિયામા મનાવાય છે. જો કે આ ફેસ્ટિવલની શરૂઆત આયરલેન્ડ અને સ્કોટલેન્ડ થી થઇ હતી. તેનો ક્રેઝ ઘીરે ધીરે અન્ય દેશોમાં પણ વધવા લાગ્યો અને તેની લોકપ્રિયતા વધી ગઇ છે.
હૈલોવીન વિશે શું માન્યતાઓ છે?
હેલોવીન વિશે દરેકની અલગ અલગ માન્યતાઓ હોય છે. ઘણા દેશો માને છે કે આનાથી પૂર્વજોની આત્માઓને શાંતિ મળશે. તો ઘણા લોકો તેને દુષ્ટ આત્માઓને ભગાડવાનો માર્ગ પણ કહે છે.
બિહામણા કપડાં શા માટે પહેરવામાં આવે છે?
આ દિવસે લોકો હેલોવીન કોસ્ચ્યુમ પહેરે છે, એટલે કે, બિહામણા કપડાં અને માસ્ક-મેકઅપ કરે છે.. લળણીની મોસમ દરમિયાન, ખેડૂતો માનતા હતા કે દુષ્ટ આત્માઓ પૃથ્વી પર આવી શકે છે અને તેમના પાકને નુકસાન પહોંચાડી શકે છે. આ જ કારણ હતું કે લોકો હૈલોવીન પાર્ટી કરતા હતા. જો કે, લોકો પાસે આ વિશે પણ જુદી જુદી વાર્તાઓ છે.
ભારતના લોકોમાં હેલોવીન કેટલું લોકપ્રિય છે?
તેનો ક્રેઝ ભારતના યુવાનોમાં જ છે. જો કે, અહીં તેના વિશે કોઈ માન્યતા નથી. લોકો તેને વધુ આનંદ તરીકે ઉજવે છે. લોકો માટે રજાની ઉજવણી કરવાની તે એક સારી રીત બની ગઈ છે. ધીમે ધીમે તેની લોકપ્રિયતા પણ ઘણી વધી રહી છે.
31મી ઓક્ટોબરે જ શા માટે ઉજવવામાં આવે છે?
સેલ્ટિક કેલેન્ડર મુજબ તે વર્ષનો છેલ્લો દિવસ માનવામાં આવે છે. જે 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતા પશ્ચિમી ખ્રિસ્તી તહેવાર ઓલ હેલોઝ ડેની પૂર્વ સંધ્યાને ચિહ્નિત કરે છે. તે ખ્રિસ્તીઓનો તહેવાર છે પરંતુ હવે તમામ ધર્મના લોકો તેને ઉજવવા લાગ્યા છે.
હૈલોવીન અન્ય કયા નામે ઓળખાય છે?
હૈલોવીન ડેને ઓલ હેલોઝ ઇવનિંગ, ઓલ હેલોવીન, ઓલ હેલોઝ ઇવ અને ઓલ સેન્ટ્સ ઇવ પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાના ઘરે જાય છે અને કેન્ડી ગિફ્ટ કરે છે. આ દિવસે લોકો કોળામાં આંખ, નાક અને મોં બનાવે છે અને અંદર મીણબત્તી રાખે છે.