કોરોનાના કારણે આપણે કેટલા બદલાયા ? ટોચના ઉદ્યોગપતિની આ કોમેન્ટને લોકો વખાણી રહ્યા છે ?
કોરોનાની મહામારીના સમયે આપણે ઘણું સહન કર્યું. જો કે આ સમયે આપણે ઘણું શીખ્યાં પણ છીએ. આ જ મુદ્દે ટોચના ઉધોગપતિ હર્ષ ગોયન્કાએ હૃદયસ્પર્શી ટવિટ કર્યું છે
કોરોનાની મહામારીના સમયે આપણે ઘણું સહન કર્યું, જો કે આ સમયે આપણે ઘણું શીખ્યાં પણ છીએ. આ જ મુદ્દે ટોચના ઉધોગપતિ હર્ષ ગોયન્કાએ ટવિટ કરીને કોરોના પહેલા અને પછીના સમય પર કમેન્ટ કર્યું છે. . ઉદ્યોગપતિની આ કમેન્ટ લોકો વખાણી રહ્યાં છે.
કોરોનાની મહામારીના કારણે આપણી અંદર મોટાપાયે બદલાવ આવ્યાં છે. આ વાત નિર્વિવાદ સત્ય છે. જેને કોઇપણ ન નકારી શકે. કોરોનાના કારણે માસ્ક આપણા જીવનનો હિસ્સો બની ગયો. તો લોકો નવા કોવિડના નિયમો સાથે એડજસ્ટ કરીને પણ જીવતા શીખી ગયા. આ બદલાવની પરિસ્થિતિમાંથી આખી દુનિયાના લોકો પસાર થયા. ટોચના ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ આ બદલાવ મુદ્દે ટવિટ કર્યું છે. તેમના ટવિટમાં ચેન્જીસને હાઇલાઇટ કરવાની કોશિશ કરી છે.
નેટિજન્સને તેમની ટવિટ પર એક પ્રકારનું કનેકશન મહેસૂસ કર્યું અને ગોયન્કાની પોસ્ટ પર તેમનો અભિપ્રાય વ્યક્ય કર્યાં છે. હર્ષ ગોયન્કાએ ફોટો કેપ્શનમાં લખ્યું છે કે, “કોરોના આપણને કેટલો બદલી ગયો” આ સાથે એક ઇમેજ શરે કરી છે જે વિશલિસ્ટ બતાવે છે. જેમાં એક મહામારી પહેલાની છે અને એક મહામારી બાદની છે. પહેલી વિશ લિસ્ટ એટલે જે માણસને ચાહના છે તેની યાદીમાં સ્માર્ટ ફોન, ટીવ, પૈસા. વ્હર્લપૂર સામે છે. જ્ચારે કોવિડ દરમિયાની લિસ્ટમાં માત્ર “ હગ અ ફ્રેન્ડ” આપ્યું છે.
How Corona has changed us…. pic.twitter.com/EfZ0kLcRWu
— Harsh Goenka (@hvgoenka) October 16, 2021 ">
હર્ષ ગોયન્કા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ કહે છે અને તે આવી ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ શેર કરતા રહે છે. તે આ રીતે તેને ફેન્સ ફોલોવર્સ સાથે જોડાયેલા રહે છે. ગોયન્કાની આ કોરોનાના ટવિટ બધા જ લોકોને કનેક્ટ કરતી હોવાથી તેમની પોસ્ટને 1600 લાઇક્સ મળી છે અને તેના પર સંખ્યાબંધ કમેન્ટ પણ મળી રહી છે.
ગોયન્કાના પોસ્ટ પર કોઇએ સમર્થન વ્યક્ત કર્યું તો કેટલાક યુઝર્સે પ્રશંસા કરી છે. તો એક યુઝરે શેર કર્યુ કે, મહામારીના સમયમાં તેમને કેવું લાગ્યું. તેમને લખ્યું કે.” તેનાથી જીવનના પ્રેમ કરવાની રીત બદલી ગઇ, સંબંધ વધુ કિંમતી અને નાજુક બની ગયા છે” તો બીજા યુઝર્સે લખ્યું કે, “ બિલકુલ સાચું છે” તો અન્ય એક યુઝર્સે લખ્યું કે,” લોકોની યાદશક્તિ નબળી છે કેટલાક લોકો પૈસાના લિસ્ટ પરથી હજું ઉપર નથી આવ્યાં”