India-China : ડ્રેગન તારા વળતા પાણી!!! આ મામલે ભારતે ચીનને ઉંધે કાંધ પછાડ્યું
થોડા વર્ષો પહેલા જ દુનિયાના સૌથી પાંચ શક્તિશાળી અર્થતંત્રમાં પોતાનું સ્થાન જમાવ્યા બાદ ભારતે હવે વધુ એક સિદ્ધી હાંસલ કરી છે.
![India-China : ડ્રેગન તારા વળતા પાણી!!! આ મામલે ભારતે ચીનને ઉંધે કાંધ પછાડ્યું India-China : India Now Ahead of China as Attractive Emerging Market for Investing India-China : ડ્રેગન તારા વળતા પાણી!!! આ મામલે ભારતે ચીનને ઉંધે કાંધ પછાડ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/76fff206665e47f2e233d14913ef46ce1689005279055724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India Overtakes China: ભારત વિકસીત દેશોની યાદીમાં ધીમે ધીમે હવે આર્થિક ક્ષેત્રે દુનિયામાં કાઠુ માઢી રહ્યું છે. થોડા વર્ષો પહેલા જ દુનિયાના સૌથી પાંચ શક્તિશાળી અર્થતંત્રમાં પોતાનું સ્થાન જમાવ્યા બાદ ભારતે હવે વધુ એક સિદ્ધી હાંસલ કરી છે. હવે ભારતે રોકાણના મામલામાં સૌથી આકર્ષક ઉભરતી અર્થવ્યવસ્થાના મામલામાં ડ્રેગન એટલે કે ચીનને પછાડીને તેને પાછળ છોડી દીધું છે.
માનવામાં આવે રહ્યું છે કે, 85 સોવરિન ફંડ્સ અને 57 સેન્ટ્રલ બેંકો જે લગભગ $21 ટ્રિલિયનની સંપત્તિ ધરાવે છે.
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ ઇન્વેસ્કોના એક રિપોર્ટ અનુસાર, પોતાના વ્યાપાર અને રાજકીય સ્થિરતા, વસ્તી વિષયક, નિયમનકારી નિર્ણયો તેમજ સાર્વભૌમ રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણના કારણે ભારતની છબી સુધરી છે. જેથી હવે ભારતને ખૂબ જ સકારાત્મક રીતે જોવામાં આવી રહ્યું છે.
ઇન્વેસ્કોએ ઇન્વેસ્કો ગ્લોબલ સોવરિન મેનેજમેન્ટ સ્ટડી નામનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં 85 સોવરિન વેલ્થ ફંડ્સ અને 57 સેન્ટ્રલ બેંકોના 142 ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર્સ, એસેટ ક્લોઝના વડાઓ અને સિનિયર પોર્ટફોલિયો સ્ટ્રેટેજિસ્ટનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. સોવરિન વેલ્થ ફંડે જણાવ્યું હતું કે તેઓ નિશ્ચિત આવક અને ખાનગી દેવુંને સમર્થન આપે છે. તેની નક્કર વસ્તીવિષયક, રાજકીય સ્થિરતા, સક્રિય નિયમનને લીધે ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે ભારત રોકાણના મુખ્ય સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઊભરતાં બજારોમાં ભારતે ચીનને પાછળ છોડીને સાર્વભૌમ રોકાણકારોનો રસ વધાર્યો છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં એક સાર્વભૌમ રોકાણકારની જરૂર હોય તે બધું જ છે. ઇમર્જિંગ માર્કેટ ડેટમાં રોકાણના સંદર્ભમાં ભારત ચીનને પાછળ છોડીને રોકાણ માટે સૌથી આકર્ષક ઇમર્જિંગ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે. ગલ્ફ દેશના એક સાર્વભૌમ ફંડે જણાવ્યું હતું કે, તેમની પાસે ભારત અથવા ચીન સાથે વધુ એક્સપોઝર નથી. પરંતુ વેપાર અને રાજકીય સ્થિરતાના સંદર્ભમાં ભારત એક શાનદાર કહાની તરીકે ઉભરી આવ્યું છે. જનસંખ્યા વધી રહી છે સાથે સાથે ત્યાં મોટી કંપનીઓ પણ છે. બહેતર નિયમન સાથે સાર્વભૌમ રોકાણકારો માટે વધુ સારું વાતાવરણ છે.
મેક્સિકો અને બ્રાઝિલ ઉપરાંત, ભારત એવા દેશોમાં સામેલ છે જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગને કારણે પોર્ટફોલિયો કોર્પોરેટ રોકાણના સંદર્ભમાં સૌથી વધુ ફાયદાકારક રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)