શોધખોળ કરો
Advertisement
1 ફેબ્રુઆરીએ સામાન્ય અને રેલવે બજેટ એક સાથે થશે રજૂ, બજેટ સત્રની શરૂઆત જાન્યુઆરીમાં
નવી દિલ્લીઃ વર્ષ 2017 માંદેશમાં સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. છેલ્લા લાંબા સમયથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, સરકાર આ વર્ષે વહેલું બજેટ રજૂ કરશે. આ પહેલા સામાન્ય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં રજૂ કરવામાં આવતું હતું. સરકારે આ વખતે બજેટ સત્ર 1 ફેબ્રુઆરીએ રજૂ કરવાનું નક્કી કર્યું છે. એવું માનવામાં આવે છે કે, બજેટ સત્ર જાન્યઆરીમાં શરૂ થઇ શકે છે.
બુધવારથી શિયાળુ સત્રનો પ્રારંભ થયો હતો. ત્યારે આ સત્ર દરમિયાન સંસદના સામાન્ય બજેટ રજૂ થવાની તારીખ જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે પ્રથમવાર બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ બજેટ સત્રમાં સામાન્ય બજેટ અને રેલવે બજેટ એક સાથે રજૂ કરવામાં આવશે. આ પહેલા સરકારે રેલવે બજેટ અને સામાન્ય બજેટ એક સાથે રજૂ કરવાની ઐતિહાસીક જાહેરાત કરી હતી. આ નિર્ણયથી સરકારી જોગવાઇઓને લાગુ કરવામાં સરળતા રહેશે.
નાણાં મામલોના સચિવ શક્તિકાંત દાસે હાલમાં જણાવ્યું હતું કે, સામાન્ય બજેટને તેની નિશ્ચિત તારીખથી એક મહિના પહેલા રજૂ કરવામાં આવશે. આમ કરવા પાછળનું કારણ સમગ્ર પ્રકીયને 31 માર્ચ પહેલા પૂરી કરવાની છે. જેથી કરીને નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ બજેટ પર અમલ શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion