શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઝારખંડમાં પાન મસાલાના વેચાણ, ઉત્પાદન અને સંગ્રહ પર 1 વર્ષનો પ્રતિબંધ
હેમંત સોરેનની સરકારે આજે એક મોટો નિર્ણય કરતા ઝારખંડમાં 11 કંપનીઓના તમામ પ્રકારના પાન મસાલાના વેચાણ, તેના ઉત્પાદન અને સંગ્રહ પર આગામી એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
રાંચી : હેમંત સોરેનની સરકારે આજે એક મોટો નિર્ણય કરતા ઝારખંડમાં 11 કંપનીઓના તમામ પ્રકારના પાન મસાલાના વેચાણ, તેના ઉત્પાદન અને સંગ્રહ પર આગામી એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સરકારે ઘણા જિલ્લાઓમાંથી 41 પ્રકારના પાન મસાલાના સેમ્પલ લીધા હતા અને તપાસમાં ખબર પડી કે આ તમામમાં મેગ્નેશિયમ કાર્બોનેટ વધુ માત્રામાં છે. મેગ્નેશિયમ કાર્બોનેટ ન માત્ર હ્વદય માટે હાનિકારક છે, પરંતુ ફૂડ સેફ્ટી એક્ટ 2006 મુજબ તેનો પાન મસાલામાં ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.
આવું કરનાર ઝારખંડ દેશનું ત્રીજુ રાજ્ય બન્યું છે. આ પહેલા મહારાષ્ટ્ર અને બિહારમાં પણ પાન મસાલાના વેચાણ,ઉત્પાદન અને સંગ્રહ પર પ્રતિબંધ છે. મુખ્ય સચિવની અધ્યક્ષામાં શુક્રવારે યોજાયેલી બેઠકમાં આ નિર્દેશ આપવામાં આવ્યો છે.
11 બ્રાન્ડના પાન મસાલમાં રજનીગંધા, વિમલ,શિખર,પાન પરાગ,દિલરૂબા, રાજનિવાસ, સોહરત, મુસાફિર,મધુ,બહાર,પાન પરાહ પ્રીમિયમ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion