શોધખોળ કરો

100 કરોડ કોરોના વેક્સીનેશનના જશ્નની તૈયારી, કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયા-હરદીપ પુરીએ લોન્ચ કર્યું કૈલાશ ખેરનું વેક્સીન સોંગ

કોરોના મહામારી સામે ચાલી રહેલી લડાઈમાં ભારત ટૂંક સમયમાં મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. દેશ કોરોના રસીકરણનો 100 કરોડનો આંકડો પાર કરવા જઈ રહ્યો છે.

નવી દિલ્હી: કોરોના મહામારી સામે ચાલી રહેલી લડાઈમાં ભારત ટૂંક સમયમાં મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. દેશ કોરોના રસીકરણનો 100 કરોડનો આંકડો પાર કરવા જઈ રહ્યો છે, જે આ યુદ્ધનું સૌથી મોટું હથિયાર છે. આવી સ્થિતિમાં આ ખાસ પ્રસંગ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક થીમ સોંગ લોન્ચ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રસીકરણનો 100 કરોડનો આંકડો પાર કરતા દેશભરના તમામ જાહેર સ્થળો જેમ કે રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેન્ડ પર એક સાથે આ થીમ સોંગ સંભળાશે. 

કૈલાશ ખેરના અવાજમાં આ થીમ સોંગ 100 કરોડ ડોઝ પછી લોન્ચ કરવામાં આવશે. આજે એટલે કે શનિવારે પણ એક ગીત લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત રસીકરણ પ્રમોશન માટે છે, જે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ તેલ અને ગેસ કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. કૈલાશ ખેરે પણ આ ગીતને અવાજ આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રસીકરણના 100 કરોડ ડોઝનો આંકડો સોમવાર સુધીમાં સ્પર્શી જશે.

મનસુખ માંડવિયાએ શું કહ્યું ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, દેશમાં 97 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ભારતના વૈજ્ઞાનિકોમાં વિશ્વાસ કર્યો અને ભારતમાં બનેલી રસી દેશના ઉપયોગમાં આવી, આ માટે આપણે પહેલાની જેમ વિદેશ પર નિર્ભર રહેવું પડ્યું નથી. આગામી દિવસોમાં, આપણે 100 કરોડ ડોઝ લગાવવા માટે સક્ષમ હશું.  

તેમણે કહ્યું કે, 100 કરોડ ડોઝ થવા પર અલગથી કૈલાશ ખેરનું એક  થીમ સોંગ લોન્ચ કરવામાં આવશે જે તમામ જાહેર સ્થળોએ એક સાથે સંભળાવવામાં આવશે. આજનું થીમ સોંગ રસીકરણ પ્રોત્સાહન માટે છે, જે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ તેલ અને ગેસ કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે.

આ સમયે  કૈલાશ ખેરે કહ્યું કે દેશમાં હજુ પણ રસી અંગે નિરક્ષરતા અને ખોટી માહિતીની સ્થિતિ છે, લોકોમાં જાગૃતતા લાવવા માટે આ થીમ સોંગ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ ગીત માત્ર મનોરંજન માટે જ નહીં પણ અવલોકન માટે પણ બનાવવામાં આવ્યું છે.

કેંદ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ શું કહ્યું ?

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, 25 માર્ચ, 2020 ના રોજ, જ્યારે કોરોનાને કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે અમારી પાસે આ મહામારી સામે લડવા માટે કંઈ નહોતું, આજે આપણે એવી સ્થિતિમાં છીએ કે આગામી કેટલાક દિવસોમાં દેશમાં કોરોનાની રસી 100 કરોડ લોકોને આપવામાં આવશે. આ રસી વિશે વિવિધ ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવી હતી, પરંતુ આજે તે એક જન આંદોલન બની ગયું છે.

તેમણે કહ્યું કે, 2004 થી 2014 વચ્ચે  જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે જાહેર ક્ષેત્રની રસીકરણ કંપનીઓ બંધ હતી. કોંગ્રેસે રસી વિશે અફવાઓ ફેલાવી. રાજસ્થાનમાં કચરામાં રસીઓ ફેંકવામાં આવી હતી અને પંજાબમાં નફાખોરી કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Train Cancelled: વડોદરા-જામનગર ઈન્ટરસિટી સહિત આ ટ્રેનો કરાઈ રદ્દ, જુઓ લિસ્ટ
Train Cancelled: વડોદરા-જામનગર ઈન્ટરસિટી સહિત આ ટ્રેનો કરાઈ રદ્દ, જુઓ લિસ્ટ
Income Tax: જાણો શું છે રિફંડ ફ્રોડ, ઈન્કમ ટેક્સ વિભાગે જાહેર કર્યુ એલર્ટ
Income Tax: જાણો શું છે રિફંડ ફ્રોડ, ઈન્કમ ટેક્સ વિભાગે જાહેર કર્યુ એલર્ટ
Mukesh Sahani Father Murder: જીતન સહની હત્યાકાંડનો મુખ્ય આરોપી કાઝિમ અંસારી ઝડપાયો, જાણો કેમ કરી હતી હત્યા
Mukesh Sahani Father Murder: જીતન સહની હત્યાકાંડનો મુખ્ય આરોપી કાઝિમ અંસારી ઝડપાયો, જાણો કેમ કરી હતી હત્યા
Chattisgarh: છત્તીસગઢમાં સુરક્ષાદળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉટરમાં 12 નક્સલીઓના મોત
Chattisgarh: છત્તીસગઢમાં સુરક્ષાદળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉટરમાં 12 નક્સલીઓના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | કેમ ખોદો છો ગામની ઘોર?Hu to Bolish |  હું તો બોલીશ | જીવલેણ બીમારીAhmedabad Police | પોલીસ પર આક્ષેપ લગાવનાર આયશા ગલેરિયા કેસમાં થયો ખુલાસોSurendranagar | સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Train Cancelled: વડોદરા-જામનગર ઈન્ટરસિટી સહિત આ ટ્રેનો કરાઈ રદ્દ, જુઓ લિસ્ટ
Train Cancelled: વડોદરા-જામનગર ઈન્ટરસિટી સહિત આ ટ્રેનો કરાઈ રદ્દ, જુઓ લિસ્ટ
Income Tax: જાણો શું છે રિફંડ ફ્રોડ, ઈન્કમ ટેક્સ વિભાગે જાહેર કર્યુ એલર્ટ
Income Tax: જાણો શું છે રિફંડ ફ્રોડ, ઈન્કમ ટેક્સ વિભાગે જાહેર કર્યુ એલર્ટ
Mukesh Sahani Father Murder: જીતન સહની હત્યાકાંડનો મુખ્ય આરોપી કાઝિમ અંસારી ઝડપાયો, જાણો કેમ કરી હતી હત્યા
Mukesh Sahani Father Murder: જીતન સહની હત્યાકાંડનો મુખ્ય આરોપી કાઝિમ અંસારી ઝડપાયો, જાણો કેમ કરી હતી હત્યા
Chattisgarh: છત્તીસગઢમાં સુરક્ષાદળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉટરમાં 12 નક્સલીઓના મોત
Chattisgarh: છત્તીસગઢમાં સુરક્ષાદળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉટરમાં 12 નક્સલીઓના મોત
ખાનગી નોકરીમાં અનામત પર NDAના આ સહયોગીએ કરી મોટી માંગ, કર્ણાટક સરકારના ફેંસલાનું કર્યુ સમર્થન
ખાનગી નોકરીમાં અનામત પર NDAના આ સહયોગીએ કરી મોટી માંગ, કર્ણાટક સરકારના ફેંસલાનું કર્યુ સમર્થન
અંબાણીને લુંટારુ કહેનારાને શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદે આપ્યો જવાબ, જાણો શું કહ્યું
અંબાણીને લુંટારુ કહેનારાને શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદે આપ્યો જવાબ, જાણો શું કહ્યું
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ‘આફત’નો વરસાદ, IMD એ જાહેર કર્યુ એલર્ટ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ‘આફત’નો વરસાદ, IMD એ જાહેર કર્યુ એલર્ટ
Junagadh Rain: ઘેડ પંથક જળબંબાકાર, સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ
Junagadh Rain: ઘેડ પંથક જળબંબાકાર, સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ
Embed widget