12th Class Examination: કોરોનાકાળમાં ધો. 12 બોર્ડની પરીક્ષા યોજાશે કે નહીં ? જાણો મોટા સમાચાર
રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બોલાવામાં આવેલી બેઠકમાં કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર ઉપરાંત તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, પરીક્ષાનું આયોજન કરતાં બોર્ડના અધ્યક્ષ તથા પરીક્ષા નિયંત્રણ સાથે સંકળાયેલી સંસ્થાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે 12માં બોર્ડની પરીક્ષાઓ લાંબા સમયશી સ્થગિત છે. આ સ્થિતિમાં લાખો વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લઈ હજુ પણ અસમંજસ છે. સોશિયલ મીડિયા પર સતત એક્ઝામ રદ્દ કરવાની માંગ વચ્ચે 12મા બોર્ડની પરીક્ષાને લઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આજે મોટી બેઠક બોલાવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, દેશમાં કોરોના કાળ દરમિયાન ધો. 12 બોર્ડની પરીક્ષા યોજાશે. આ માટે 19 વિષયોની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રીએ રાજ્ય સરકારોના તમામ શિક્ષણ મંત્રી તથા સચિવો સાથે બેઠક કરી હતી. જેમાં તમામે 12માની પરીક્ષા યોજવી જરૂરી હોવાનું કહ્યું હતું. કારણકે તેના પરથી આગળનું ભવિષ્ય નક્કી થશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બોલાવામાં આવેલી બેઠકમાં કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર ઉપરાંત તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, પરીક્ષાનું આયોજન કરતાં બોર્ડના અધ્યક્ષ તથા પરીક્ષા નિયંત્રણ સાથે સંકળાયેલી સંસ્થાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,40,842 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3741 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,102 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 65 લાખ 30 હજાર 132
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 34 લાખ 25 હજાર 467
- કુલ એક્ટિવ કેસ - 28 લાખ 05 હજાર 399
- કુલ મોત - 2 લાખ 99 હજાર 399
19 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 50 લાખ 4 હજાર 184 ડોઝ આપવામાં આવ્યા છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 32,86,07,937 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 22 મે ના રોજ 21,23,782 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
Education Loan Information:
Calculate Education Loan EMI