દિલ્લીમાં પોસ્ટ કોવિડની સમસ્યાથી પરેશાન 18 વર્ષના યુવકની થઇ આવી ગંભીર હાલત, જાણો શું થઇ શકે કોરોનાની રિકવરી બાદ
દિલ્લીમાં કોરોનાથી સાજા થયા બાદ 18 વર્ષના એક યુવકનું હૃદય બંધ થઇ ગયું. ત્યારબાદ તેમને ઇલાજ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયો. પછી શું થયું જાણીએ. પોસ્ટ કોવિડમાં કેવા લક્ષણો દેખાય તો થઇ જવું જોઇએ સચેત જાણીએ..
નવી દિલ્લી: દિલ્લીમાં કોરોનાથી સાજા થયા બાદ 18 વર્ષના એક યુવકનું હૃદય બંધ થઇ ગયું. ત્યારબાદ તેમને ઇલાજ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયો. પછી શું થયું જાણીએ. પોસ્ટ કોવિડમાં કેવા લક્ષણો દેખાય તો થઇ જવું જોઇએ સચેત જાણીએ
દિલ્લીમાં પોસ્ટ કોવિડની સમસ્યા બાદ 18 વર્ષના યુવકનું હાર્ટ ફેઇલ થઇ ગયું. અટેક આવ્યાં બાદ પરિજનોએ દર્દીને સર ગંગારામ હોસ્પિટલમાં તેને દાખલ કર્યો. અહીં ડોક્ટરની ટીમે તેમની સફળ સર્જરી કરીને નવું જીવન આપ્યું. ડોક્ટરે જણાવ્યું કે. દર્દી માયોકોર્ડિટિસ નામની બીમારીથી પીડિત હતો.સફળ સર્જરી બાદ દર્દીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે.
ડોક્ટરે કહ્યું કે, દર્દીને થોડા દિવસ પહેલા જ થકાવટ મહેસૂસ થતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ત્રણ દિવસની આ સમસ્યા બાદ તે અચાનક બેભાન થઇ ગયો.પરિજનોએ બેભાન અવસ્થામાં તેને હોસ્પિટલ દાખલ કરાવ્યો.
હાર્ટ 100% કામ ન હતું કરતું
હોસ્પિટલમાં કાર્ડિયોલોજી વિભાગના ડોક્ટર અશ્વનિ મહેતાએ કહ્યું કે, કોરોના બાદ દર્દીને ફરી કોવિડના ટેસ્ટ કરાયો હતો. જે નેગેટિવ આવ્યો હતો. ડોક્ટરે એક અન્ય ટેસ્ટ કર્યાં તો જાણ થઇ કે દર્દીનું હાર્ટ પૂરી રીતે કામ ન હતું કરતું.
તપાસ રિપોર્ટ મુજબ આ વાતની જાણ થઇ કે, ઓછા પમ્પિંગના કારણે દર્દીનું હાર્ટ ફેઇલ થઇ રહ્યું છે. આ કારણે દર્દીના ફેફસાંમાં પણ તરલ પદાર્થ જમા થઇ ગયો હતો અને તેના શ્વાસ રોકવા લાગ્યાં હતા.
એન્ટીબોડીની તપાસમાં ખુલાસો થયો
ડોક્ટરે કહ્યું કે, જ્યારે દર્દીને કોરોના બાદ એન્ટીબોડીની તપાસ થઇ તો એન્ટીબોડી સારી માત્રામાં બની હતી. આ જ એન્ટીબોડી દર્દીના સ્વસ્થ થયા બાદ હાર્ટ સંબંધિત બીમારીની પુષ્ટી કરે છે.
ડોક્ટરે કહ્યું કે, કેટલાક દર્દીમાં પોસ્ટ કોવિડના લક્ષણો જોવા મળે છે. થકાવટ., હાર્ટબીટ અસામાન્ય હોય અને ચેસ્ટ પેઇન જેવા કોઇ લક્ષણો દેખાય તો આને નજર અંદાજ ન કરવા જોઇએ અને તરત આ મુદે ડોક્ટરની સલાહ લેવી જોઇએ. ડોક્ટરે કહ્યું કે, કોવિડ બાદ થકાવટ, હાર્ટ બીટ અસામાન્ય જેવા લક્ષણો જોવા મળી શકે છે.
માયોકાર્ડિટિસ અને હાર્ટ ફેઇલ દુર્લભ સમસ્યા
ડોક્ટરે કહ્યું કે, માયોકોર્ડિટિસ અને હાર્ટ ફેઇલ એક દુર્લભ સમસ્યા છે. આ પ્રકારની સમસ્યા જો દર્દીમાં જોવા મળે તો તેની જિંદગીને મોટું જોખમ છે. આવા દર્દીઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ડોક્ટરે કહ્યું કે, આ બીમારીમાં હાર્ટ કામ કરવાનું ધીરે ધીરે બંધ કરે છે. જેથી દર્દીના જીવ પર જોખમ ઉભું થાય છે. આ મુદ્દે સાવધાન રહેવા માટે જો દર્દીને કોવિડ બાદ ચહેરા પર અને પગમાં સોજો દેખાય, હાર્ટ બીટ વધી જાય તો આ સ્થિતિમાં એક ક્ષણનો પણ વિલંબ કર્યાં વિના જો સમયસર સારવાર આપવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. સર ગંગારામ હોસ્પિટ ના કાર્ડિયોલોજી વિભાગના ડોક્ટર અશ્વનિ મહેતાએ કહ્યું કે, પોસ્ટ કોવિડમાં પણ દર્દીએ કોવિડની જેમ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. કોવિડ બાદ શરીરમાં દેખાતા નાના-નાના લક્ષણોથી સભાન રહેવું જરૂરી છે. ચેસ્ટ પેઇન, થકાવટ. અસામાન્ય હાર્ટ બીટ, ચહેરા, પગમાં સોજો જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો દર્દીએ તરત જ નિષ્ણાત ડોક્ટરની સલાહ લઇને ડોક્ટરી સલાહ મુજબ ઇલાજ કરાવવો જોઇએ.
.