ICMRના સ્ટડીમાં ખુલાસો- કોરોનાની બીજી લહેરમાં રસીના બન્ને ડોઝ લેનાર લોકોમાં મોતની સંખ્યા ઓછી
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 16 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 96 લાખ 95 હજાર કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરને લઈને આશંકાઓની વચ્ચે શુક્રવારે નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે આઈસીએમઆરના એક સ્ટડીને ટાંકીને કહ્યું કે, બીજી લહેર દરમિયાન રસીના બન્ને ડોઝ લેનાર હાઈ રિસ્કવાળા પોલીસકર્મીઓની વચ્ચે 95 ટકા કોરોના મોતથી બચ્યા છે. દેશમાં બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જવાબદાર ગણવામાં આવે છે.
આઈસીએમઆરના અભ્યાસમાં તમિલનાડુમાં 1,17,524 પોલીસક્રમીઓમાં રસીની અસરકારકતાનું આકલન કરવામાં આવ્યં. તેમણે કહ્યં કે, તેમાંથી 67,673 પોલીસકર્મીને બે ડોઝ અને 32,792ને એક ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે 17,059 પોલીસકર્મીને એક પણ ડોઝ આપવામાં આવ્યો ન હતો.
બન્ને ડોઝ લેનારમાં મૃત્યુ દર 0.06 ટકા
ડો. પોલે કહ્યું કે, રસી ન લેનાર 17059 પોલીસકર્મીમાંથી 20ના મોત કોરોનાને કારણે થયા, જ્યારે ઓછામાં ઓછો એક ડોઝ લેનાર પોલીસકર્મીમાંથી માત્ર 7ના જ મોત કોરોનાને કારણએ થયા. જ્યારે રસીના બન્ને ડોઝ લેનાર 67673 પોલીસકર્મીમાંથી માત્ર ચારના મોત જ કોરોનાને કારણે થયા. પોલે કહ્યું કે, આ રીતે રસી ન લેનાર પ્રતિ એક હજાર પોલીસકર્મીમાં મૃત્યુ દર 1.17 ટકા હોય છે. રસીનો એક ડોઝ લેનારમાં પ્રતિ એક હજાર પર મૃત્યુ દર 0.21 ટકા છે અને બન્ને ડોઝ લેનારમાં મૃત્યુ દર 0.06 ટકા રહ્યું.
40 કોરડ જેટલા રસીના ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 16 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 96 લાખ 95 હજાર કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 42 લાખ 12 હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 20 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19.98 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.
દેશમાં કોરોનાના કુલ કેસ
17 જુલાઈના રોજ દેશમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 24 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાક 13 હજાર 91 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 2 લાખ 27 હજાર લોકો ઠીક થયા છે. મહામારીની શરૂઆતથી અત્યર સુધી કુલ 3 કરોડ 10 લાખ 64 હજાર હજાર લોકો સંક્રમિત થયા છે.