શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ : ત્રણ ભારતીય સહિત 21 ઇટાલિયન નાગરિકોને ITBP કેમ્પ મોકલવામાં આવ્યા
દિલ્હીના એક હોટલમાં મંગળવારે ત્રણ ભારતીય અને 21 ઈટાલીયનને સુરક્ષાના કારણોસર ITBPના છાબલા કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે
નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં યથાવત છે ત્યારે ભારતમાં પણ આ ખતરનાક વાયરસની અસર જોવા મળી રહી છે. સાઉથ દિલ્હીની એક હોટલમાં કોરોના વાયરસનાં 24 શંકાસ્પદ દર્દીઓ મળ્યા છે. દિલ્હીના એક હોટલમાં મંગળવારે ત્રણ ભારતીય અને 21 ઈટાલીયનને સુરક્ષાના કારણોસર ITBPના છાબલા કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે સાથે તેમના સેમ્પલ પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે. તેમના સેમ્પલની રિપોર્ટ આવ્યા બાદ આગળનું પગલું લેવામાં આવશે. હાલમાં તેમનામાંથી કોઈ પણ કોરોના વાયરસ સંક્રમણના લક્ષણ સામે આવ્યા નથી.
કોરોના વાયરસે ચીન બાદ હવે ભારતમાં પણ કહેર દેખાવડવાનું શરૂ કરી દીધું છે. નોયડા આગ્રામાં નવા મામલા સામે આવ્યા બાદ હવે ભારતે કોરોના વાયરસને લઈ સતર્ક બની ગયું છે. કેન્દ્ર સરકારે 25થી વધારે દવાઓ અને ફોર્મુલેશંસના એક્સપોર્ટ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે. સરકારે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યુ છે.
હાલ દેશભરમાં 21 એરપોર્ટ્સ, 12 મોટા પોર્ટ્સ અને 65 નાના પોર્ટ્સ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં એરપોર્ટ્સ પર 5,57,431 મુસાફરો અને તમામ નાના-મોટા પોર્ટ્સ પર 12,431 મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion