શોધખોળ કરો
Advertisement
ઉત્તર પ્રદેશમાં જમાતીઓ પર એક્શન, ક્વોરેન્ટાઇન ખત્મ થતા 17ને મોકલાયા જેલ
બઇરાઇચમાં ક્વોરેન્ટાઇન ખત્મ થયા બાદ ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડના મૂળ 17 વિદેશી જમાતીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. દેશમાં તબલીગી જમાતના અનેક લોકો પણ કોરોના પોઝિટીવ નોંધાયા હતા. હવે તબલીગી જમાતના લોકો પર એક્શન લેવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં જે વિદેશી તબલીગી જમાતીઓ પાસપોર્ટ અને વીઝા નિયમોનો ભંગના દોષિત ઠેરવાયા હતા તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં તબલીગી જમાતના લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી. બઇરાઇચમાં ક્વોરેન્ટાઇન ખત્મ થયા બાદ ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડના મૂળ 17 વિદેશી જમાતીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બઇરાઇચ પોલીસે શહેરની તાજ અને કુરૈશ મસ્જિદથી ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડના 17 વિદેશી નાગરિકો સહિત 21 તબલીગી જમાતીઓને પકડ્યા હતા જેમને ક્વોરેન્ટાઇન કરીને રાખવામાં આવ્યા હતા.
ક્વોરેન્ટાઇન ખત્મ થતાં જ 17 વિદેશીઓ સહિત 21 તબલીગી જમાતીઓને મેજીસ્ટ્રેસ સામે રજૂ કરાયા હતા જેમાં 17 વિદેશી જમાતીઓને વીઝા અને પાસપોર્ટ નિયમોનો ભંગ કરવા બદલ જેલમાં મોકલી આપ્યા હતા. આ અગાઉ કોરોના વાયરસનો ખતરાને ધ્યાનમાં રાખીને ક્વોરેન્ટાઇન કરાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. પોલીસે કહ્યુ કે, 31 માર્ચના રોજ પોલીસે જમાતીઓને શહેરની કુરૈશ અને તાજ મસ્જિદમાંથી ઝડપ્યા હતા. જેમાં તાજ મસ્જિદમાંથી બે ભારતીયો સહિત સાત થાઇલેન્ડના હતા અને કુરૈશ મસ્જિદમાં બે ભારતીયો સહિત 10 ઇન્ડોનેશિયન હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement