શોધખોળ કરો
Advertisement
ઔરૈયા દુર્ઘટનાઃ મૃતકોના પરિવારને બે લાખ, ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની મદદની CM યોગીની જાહેરાત
લખનઉઃ ઉત્તર પ્રદેશના ઔરૈયામાં વતન પરત ફરી રહેલા મજૂરોની સાથે ભયાનક અકસ્માત થયો હતો. અહીં બે ટ્રકોની ટક્કરમાં 24 મજૂરોના મોત થયા હતા.
લખનઉઃ ઉત્તર પ્રદેશના ઔરૈયામાં વતન પરત ફરી રહેલા મજૂરોની સાથે ભયાનક અકસ્માત થયો હતો. અહીં બે ટ્રકોની ટક્કરમાં 24 મજૂરોના મોત થયા હતા. 15 લોકો ગંભી રીતે ઘાયલ થયા છે. ઘટના મિહૌલી નેશનલ હાઈવે પર ઘટી છે. ટ્રકોમાં સવાર મજૂરો દિલ્હીથી ગોરખપુર જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 24માંથી 16 લોકોની ઓળખ થઇ છે. જેમાં ઝારખંડના બોકારોના સાત, પશ્વિમ બંગાળના પુરુલિયાના ચાર, બિહારના ગયાના બે અને ઉત્તર પ્રદેશના કુશીનગર, ઝાંસી અને ભદોહીના એક-એક લોગ સામેલ છે. અન્યની ઓળખ કરવામાં આવી રહી છે.
ઔરૈયા દુર્ઘટના મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મદદની જાહેરાત કરી હતી. મૃતકોના પરિવારજનોને બે લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરાઇ હતી. કાનપુર અને ઔરૈયાની સરહદ પરના બે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
આ મામલે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યુ કે, ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરો મોતને ભેટ્યાની ઘટના ખૂબ દુખદ છે. આ એ લોકો હતા જે ઘર ચલાવતા હતા. એટલા માટે સમાજવાદી પાર્ટી પ્રદેશના તમામ મૃતકના પરિવારને એક લાખ રૂપિયાની મદદ આપશે. નૈતિક જવાબદારી લેતા નિષ્ઠુર ભાજપ સરકાર પણ પ્રત્યેક મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાની મદદ આપે.
આ મામલે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતુ કે, ઉત્તર પ્રદેશના ઔરૈયામાં સડક દુર્ઘટનામાં 24 મજૂરોના મોત અને અનેક લોકો ઘાયલ થયાની ઘટનાની દુખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઇજાગ્રસ્તો જલદી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરું છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement