શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિલ્હીમાં 2020ની શરૂઆતના છ મહિનામાં વાયુ પ્રદૂષણને કારણે 24,000 લોકોના મોતઃ ગ્રીનપીસ
આ વિશ્વના 28 મુખ્ય શહેરોમાં જીડીપીની દૃષ્ટિએ વાયુ પ્રદૂષણથી થનાર સૌથી વધારે નુકસાન છે.
![દિલ્હીમાં 2020ની શરૂઆતના છ મહિનામાં વાયુ પ્રદૂષણને કારણે 24,000 લોકોના મોતઃ ગ્રીનપીસ 24 thousand people died in delhi due to air pollution in last six months says greenpeace દિલ્હીમાં 2020ની શરૂઆતના છ મહિનામાં વાયુ પ્રદૂષણને કારણે 24,000 લોકોના મોતઃ ગ્રીનપીસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/10152911/corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દિલ્હીમાં 25 માર્ચથી કોવપિડ 19ને લઈને કડક લોકડાઉન છતાં 2020ની શરૂઆતના છ મહિનામાં અહીં વાયુ પ્રદૂષણને કારણે અંદાજે 24,000 લોકોના મોત થયા છે. સરકારે જીડીપીના 5.8 ટકા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. એક રિપોર્ટમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
6 મહિના દરમિયાન 26 કરોડથી વધારેનું થયું નુકસાન
આઈક્યૂએરના નવા ઓનલાઈન ઉપકરણ એર વિઝ્યુઅલ અને ગ્રીનપીસ દક્ષિણપૂર્વ એશિયા અનુસાર દિલ્હીમાં વર્ષની શરૂઆતના છ મહિના દરમિયાન વાયુ પ્રદૂષણને કારણે 26,230 કરોડ રૂપિયાનું નુકસાન થયું. જે જીડીપીના 5.8 ટકા બરાબર છે.
છેલ્લા 6 મહિનામાં 24,000 લોકોના જીવ વાયુ પ્રદૂષણને કારણે ગયા
આ વિશ્વના 28 મુખ્ય શહેરોમાં જીડીપીની દૃષ્ટિએ વાયુ પ્રદૂષણથી થનાર સૌથી વધારે નુકસાન છે. ગ્રીનપીસે એક નિવેદનમાં કહ્યું કે, 2020ના શરૂઆતના છ મહિનામાં 24,000 લોકોના મોતનો સંબંધ વાયુ પ્રદૂષણ સાથે છે. નિવેદન અનુસાર મુંબઈમાં વાયુ પ્રદૂષણને કારણે આ સમયગાળા દરમિયાન 14,000 લોકોના જીવ ગયા અને 15,750 કરોડનું નુકસાન થયું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)