શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતના આ રાજ્યમાં છેલ્લી 48 કલાકમાં પોલીસના 248 જવાન કોરોના પોઝિટિવ, અત્યાર સુધીમાં 1666 પોલીસકર્મીને લાગ્યો ચેપ
1666માંથી અત્યાર સુધીમાં 473 પોલીસકર્મી સારવાર બાદ સાજા થઈ ગયા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે મોટી સંખ્યામાં પોલીસકર્મી પણ તેની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લી 48 કલાકમાં મહારાષ્ટ્ર પોલીસના 278 જવાન કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેની સાથે જ કોરોના પોઝિટિવ મહારાષ્ટ્ર પોલીસ જવાનોની સંખ્યા કુલ 1666એ પહોંચી ગઈ છે.
1666માંથી અત્યાર સુધીમાં 473 પોલીસકર્મી સારવાર બાદ સાજા થઈ ગયા છે. જ્યારે 16ના મોત થયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં 1177 પોલીસકર્મી સારવાર હેઠળ છે. તેમની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્ર પોલીસે 823 લોકોને તેમની સાથે ગેરવર્તણુંક અથવા મારપીટ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. આ દરમિયાન 86 પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. ઉપરાંત રાજ્યમાં 41 હેલ્થકેર કર્મચારી પણ હુમલાના કેસ નોંધવામાં આવ્યા છે. લોકડાઉન નિયમના ઉલ્લંઘનના આરોપમાં 22,543 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 69,046 ગાડી જપ્ત કરવામાં આવી છે અને 5,19,63,497 રૂપિયા દંડ તરીકે વસુલ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion