શોધખોળ કરો
Advertisement
પાંચ મહિના બાદ કાશ્મીરમાં રજી ઇન્ટરનેટ સેવા શરૂ, વોટ્સએપ-ફેસબુક પર પ્રતિબંધ યથાવત
તે સિવાય સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ પર હાલમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કાશ્મીરઃ રિપબ્લિક ડે પર જમ્મુ કાશ્મીરના લોકોને સરકારે ભેટ આપતા રાજ્યના 20 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના 20 જિલ્લામાં શુક્રવારે અડધી રાત્રે 2જી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરી દીધી છે. જોકે. આંશિક રીતે ઇન્ટરનેટ પર પ્રતિબંધ ચાલુ રહેશે અને લોકો ઇન્ટરનેટ સર્વિસ મારફતે ફક્ત 301 વેબસાઇટ્સનો ઉપયોગ કરી શકે છે.તે સિવાય સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ પર હાલમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રના ગૃહ વિભાગે નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું કે, મોબાઇલ ફોન પર રજી સ્પીડન સાથે ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવામાં આવી છે. જોકે, ઘાટીના લોકો સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપયોગ કરી શકશે નહીં. જે વેબસાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે તેમાં સર્ચ એન્જિન અને બેન્કિંગ, શિક્ષણ, સમાચાર, યાત્રા, સુવિધાઓ અને રોજગાર સંબંધિત છે. પોસ્ટપેઇડ અને પ્રીપેઇડ સિમ કાર્ડ પર ડેટા સુવિધા ઉપબલ્ધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે મોબાઇલ ફોન પર રજી ઇન્ટરનેટ સુવિધા 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ સમીક્ષા કરવામાં આવશે.
સરકારના સૂત્રોએ કહ્યું કે, સુરક્ષા એજન્સીઓને મળેલા રિપોર્ટ અને સ્થિતિને સામાન્ય જોતા ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સેવાઓ પાંચ ઓગસ્ટથી સ્થગિત કરાઇ હતી. ત્યારબાદ રાજ્યમાં તમામ સંગઠનોએ સરકારનો વિરોધ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion