શોધખોળ કરો
Advertisement
2 જાન્યુઆરીએ ભારતના તમામ રાજ્યોમાં કોરોના વેક્સિનનું કરાશે ડ્રાય રન
આશા છે કે જાન્યુઆરી 2021માં ભારતને કોરોનાની વેક્સિન મળી જશે.એવામા વેક્સિન આવતા પહેલા સરકાર પોતાની પૂરી તૈયારીઓ કરી લેવા માંગે છે.
નવી દિલ્હી: આશા છે કે જાન્યુઆરી 2021માં ભારતને કોરોનાની વેક્સિન મળી જશે.એવામા વેક્સિન આવતા પહેલા સરકાર પોતાની પૂરી તૈયારીઓ કરી લેવા માંગે છે. એટલે શનિવારે 2 જાન્યુઆરીએ ભારતના તમામ રાજ્યોમાં કોરોના વેક્સિનનું ડ્રાઈ રન કરવામાં આવશે. આ ડ્રાઈ રન સિલેક્ટેડ સાઈટ્સ પર કરવામાં આવશે.
જેને લઈને કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરૂવારે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય સચિવ અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફ્રરન્સના માધ્યમથી બેઠક કરી હતી. આ પહેલા દેશના ચાર રાજ્યોના બે બે જિલ્લાઓમાં કોરોના વેક્સિનની પહેલા તૈયારીઓના ભાગ રૂપે ડ્રાઈ રન કરવામાં આવ્યું હતું.
ડ્રાઈ રન 2 જાન્યુઆરીએ તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોની સરકાર દ્વારા કરવામાં આવશે. આ ડ્રાઈ રન આછામાં ઓછા 3 સેશન સાઈટોમાં તમામ રાજ્યોની રાજધાનીઓમાં પણ આયોજિત કરવાનો પ્રસ્તાવ છે. જ્યારે કેટલાક રાજ્યોમાં એવા જિલ્લા પણ સામેલ થશે જે દૂરના વિસ્તારોમાં છે.
તમામ રાજ્યોમાં થનારા ડ્રાઈ રન 20 ડિસેમ્બર 2020ના મંત્રાલય દ્વારા જાહેર ઓપરેશન ગાઈડલાઈન અનુસાર હશે. દરેક ત્રણ સેશન સાઈટ માટે, સંબંધિત ચિકિત્સા અધિકારી પ્રભારી એટલે ચીફ મેડિકલ ઓફિસર 25 પરીક્ષણ લાભાર્થીની ઓળખ કરશે. રાજ્યોએ કહેવામાં આવ્યું છે કે આ લાભાર્થીઓના ડેટા Co Win માં અપલોડ કરવામાં આવ્યા છે. આ લાભાર્થી ડ્રાઈ રન માટે સેશન સાઈટ પર પણ ઉપલબ્ધ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement