Three New Criminal Laws :હરિયાણામાં આ તારીખથી લાગૂ થશે 3 નવા કાયદા, CM નાયબ સિંહ સૈનીએ કરી જાહેરાત
Haryana Three New Criminal Laws: મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી કે, હવે હરિયાણા સરકાર 30 માર્ચને બદલે 28 ફેબ્રુઆરી સુધીમાં ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરશે.

Three New Criminal Laws In Haryana: હરિયાણા સરકાર 28 ફેબ્રુઆરીથી ત્રણેય નવા ફોજદારી કાયદા લાગુ કરવા જઈ રહી છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પણ આ અંગે જાહેરાત કરી છે. ગયા શુક્રવારે સીએમ નાયબ સૈનીએ કહ્યું હતું કે, હરિયાણા આ ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનશે.
તેમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ (BSA) 2023નો સમાવેશ થાય છે. આ ત્રણ નવા કાયદાઓએ ભારતીય દંડ સંહિતા 1860, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872ને 1 જુલાઈ, 2024થી અમલમાં મૂક્યા છે.
CM સૈનીએ શું કહ્યું?
ઉલ્લેખનિય છે કે, ગયા શુક્રવારે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ગૃહ અને પોલીસ વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે જાહેરાત કરી હતી કે, હવે હરિયાણા સરકાર 30 માર્ચને બદલે 28 ફેબ્રુઆરી સુધીમાં ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરશે.
બેઠકમાં સીએમએ પોલીસને ગેરકાયદે ઘૂસણખોરો, બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા મુસ્લિમોને ગેરકાયદેસર રીતે વિદેશ જતા અને ત્યાંથી આવતા રોકવા કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. સમીક્ષા સમયે, મુખ્યમંત્રીએ સંકેત આપ્યો હતો કે, ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ થતા બજેટ સત્રમાં કાયદો બનાવવામાં આવશે.
આ પણ વાંચો
Lumpy Virus:હવે લંપી વાયરસથી થતાં પશુના મોતને રોકી શકાશે, ભારત બાયોટેકની આ વેક્સિનને મળી મંજૂરી
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
