શોધખોળ કરો
Advertisement
બિહારમાં ભીડતંત્રનો કહેર, બાળક ચોરીની શંકામાં ત્રણને મરાયો માર, એકનું મોત
ભીડે તેઓને એટલો માર માર્યો હતો કે તેમાંથી એક વ્યક્તિનું મોત થયુ હતુ જ્યારે બે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
પટણાઃ દેશભરમાં મોબ લિંચિંગની ઘટનાઓ રોકાવાનું નામ લઇ રહી નથી. બિહારના દાનાપુરના રપસપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખગોલ નહર રોડમાં મોબ લિંચિગની ઘટના બની છે. અહી બાળક ચોરીના આરોપમાં ત્રણ લોકોને માર મારવામાં આવ્યો હતો. ભીડે તેઓને એટલો માર માર્યો હતો કે તેમાંથી એક વ્યક્તિનું મોત થયુ હતુ જ્યારે બે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર માટે દાનાપુર હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યારે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આ અગાઉ પણ બિહારમાં એક મહિલાને ડાકણ ગણાવીને માર મારવામાં આવ્યો હતો જેનાથી તેનું મોત થયુ હતું. આ મહિલા ગોવિંદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના કોયલીગઢ ગામની હતી. કેટલાક લોકો આ મહિલાના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેને લાકડી ડંડાથી માર માર્યો હતો જેમાં તેનું મોત થયુ હતું. મહિલાના દીકરાએ કોઇ પણ રીતે જીવ બચાવી પોલીસને ફરિયાદ કરી હતી.
બાદમાં પોલીસે તે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. આ મામલામાં 12 લોકોની અટકાયત કરાઇ હતી. જેમાંથી 4 લોકોની ધરપકડ કરાઇ છે. મોબ લિંચિગનો શિકાર મહિલાના દીકરાએ એફઆઇઆરમાં આરોપ લગાવ્યો હતો કે ગામના અનેક લોકો તેની માને ડાકણ માનતા હતા. જેને કારણે તેઓએ મારી માતાને માર માર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement