શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીઃ AAPએ ઉતાર્યા સૌથી વધુ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોઃ રિપોર્ટ
નોંધનીય છે કે આઠ ફેબ્રુઆરીના રોજ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે 672 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
નવી દિલ્હીઃ એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)નામની સંસ્થાએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ક્રિમિનલ ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી છે. તેમના મતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 25 ટકા ઉમેદવારો અને ભાજપે 20 ટકા ઉમેદવારોએ પોતાના ચૂંટણી એફિડેવિટમાં જાહેરાત કરી હતી કે તેમના વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે કોગ્રેસના 15 ટકા ઉમેદવારોએ પોતાના વિરુદ્ધ ગંભીર ગુનાઓ દાખલ હોવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે આઠ ફેબ્રુઆરીના રોજ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે 672 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
એડીઆરે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, વિશ્લેષણ કરવામાં આવેલા 672 ઉમેદવારોમાંથી 133 ઉમેદવારોએ પોતાના વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયા હોવાની જાહેરાત કરી છે. જ્યારે વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 673 ઉમેદવારોનું વિશ્લેષણમાં 114 વિરુદ્ધ ક્રિમિનલ કેસ હોવાની જાણકારી મળી હતી. એડીઆર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે 32 ઉમેદવારોએ એફિડેવિટમાં મહિલાઓ વિરુદ્ધ ક્રિમિનલ કેસનો ઉલ્લેખ કર્યો છે. જેમાંથી એક ઉમેદવાર વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયેલો છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં કરોડપતિ ઉમેદવાર મેદાનમાં છે. દિલ્હીના મુંડકાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધર્મપાલ લકડાની કુલ સંપત્તિ 292 કરોડ રૂપિયા છે જ્યારે આર કે પુરમથી આપના ઉમેદવાર પ્રમિલા ટોક્સની કુલ સંપત્તિ 80 કરોડ઼ રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement