શોધખોળ કરો
Advertisement
4 વર્ષની બાળકીએ ગાયુ ‘વંદે માતરમ’ ગીત, PM મોદીએ ટ્વિટ કરીને કરી પ્રશંસા
પીએમ મોદીએ શનિવારે ટ્વીટ કરીને એસ્તેરની પ્રશંસા કરી અને તેના ગીતને સુંદર અને પ્રશંસનીય ગણાવ્યું હતું. તેની સાથે પીએમ મોદીએ લખ્યું કે, આ સાંભળીને એસ્તેર હંમટે પર આપણને ગર્વ થવું જોઈએ.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિઝોરમની એક ચાર વર્ષીય માસૂમ બાળકીના ‘વંદે માતરમ્’ ગીતની પ્રશંસા કરી હતી. ચાર વર્ષીય એસ્તેર હંમટે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’નું કન્ટેમ્પરરી વર્ઝન ગાયું હતું જેને યૂટ્યૂબ પર પણ અપલોડ કરવામાં આવ્યું હતું. જોત જોતામાં જ આ ગીત ખૂબ વાયરલ થઈ ગયું અને બાળકી યૂટ્યૂબ પર છવાઈ ગઈ.
પીએમ મોદીએ શનિવારે ટ્વીટ કરીને એસ્તેરની પ્રશંસા કરી અને તેના ગીતને સુંદર અને પ્રશંસનીય ગણાવ્યું હતું. તેની સાથે પીએમ મોદીએ લખ્યું કે, આ સાંભળીને એસ્તેર હંમટે પર આપણને ગર્વ થવું જોઈએ.
મિઝોરમના સીએમ જોરમથાંગાએ પોતાના ટ્વિટર હેન્ડ પર નાની બાળકી એસ્તેરના ગીત અને તેની યૂટ્યૂબ ચેનલની લિંક પોસ્ટ કરી હતી. તેને પીએમ મોદીએ લાઈક કરતા રીટ્વીટ કર્યું હતું. મુખ્યમંત્રી જોરમથાંગાનું કહેવું છે કે, લુંગલોઈની 4 વર્ષીય બાળકીએ માં તુઝે સલામ અને વંદેમાતરમ ખૂબજ શાનદાર રીતે ગાયુ છે.Adorable and admirable! Proud of Esther Hnamte for this rendition. https://t.co/wQjiK3NOY0
— Narendra Modi (@narendramodi) October 31, 2020
25 ઓક્ટોબરે ઓપલોડ કરેલા આ વીડિયોને અત્યાર સુધી 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. નાની બાળકીના યૂટ્યૂબ ચેનલ પર 73 હજાર સબ્સક્રાઈબર્સ છે.Mesmerizing Esther Hnamte, a 4-years-old kid from Lunglei, Mizoram singing Maa Tujhe Salaam; Vande Mataram https://t.co/at40H8j3zv pic.twitter.com/O1Nq2LxACK
— Zoramthanga (@ZoramthangaCM) October 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement