શોધખોળ કરો
Advertisement
J&K: પંપોરમાં એન્કાઉન્ટર પૂર્ણ, સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા
પંપોર: જમ્મુ-કાશ્મીરના પંપોરમાં સુરક્ષા દળો અને એન્ટરપ્રેન્ચોર ડેવલપમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ ઇમારતમાં છૂપાયેલા આતંકીઓ વચ્ચે અથડામણ ખત્મ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યુ છે કે સુરક્ષા દળોએ ઇમારતમાં ઘૂસીને બે આતંકીઓને ઠાર માર્યા હતા. અન્ય આતંકવાદીઓ છૂપાયેલા હોવાની સંભાવના કારણે સૈન્યએ તપાસ અભિયાન શરૂ કર્યુ છે.
સુરક્ષા દળોએ મંગળવારે સાંજે એક આતંકીને ઠાર માર્યો હતો. જ્યારે બિલ્ડિંગમાં બે અન્ય આતંકીઓ છૂપાયા હોવાની આશંકાને ધ્યાનમાં લઇને સૈન્ય કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. જ્યારે મંગળવારે શોપિયામાં આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો જેમાં એક જવાન સહિત સાત અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
સોમવારે સવારે કેટલાક આતંકવાદીઓ આ ઈમારતમાં ઘૂસી ગયા છે. આશંકા છે કે આતંકીઓ ઈમારતની પાછળથી નદીના રસ્તે આવ્યા હશે. ઘૂસ્યા પછી આતંકીઓએ ઈમારતમાં એક રૂમમાં આગ લગાવી હતી. જે બાદ સુરક્ષાબળોએ ઈમારતની ઘેરાબંધી શરૂ કરી દીધી હતી. પછી સતત ફાયરિંગ ચાલુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ગુજરાત
Advertisement