શોધખોળ કરો
Advertisement
મોદી કેબિનેટે જમ્મુ-કાશ્મીર માટે 5 સત્તાવાર ભાષાને આપી મંજૂરી, સંસદમાં લાવવામાં આવશે બિલ
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, મંત્રીમંડળે જમ્મુ-કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020ને મંજૂરી આપી છે. જે મુજબ કાશ્મીરી, ડોગરી, ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી જમ્મુ-કાશ્મીરમાં સત્તાવાર ભાષા હશે. આ ફેંસલો લોકોની માંગ પર લેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ મોદી કેબિનેટે આજે જમ્મુ-કાશ્મીર માટે 5 સત્તાવાર ભાષાને મંજૂરી આપી છે. સંસદની મંજૂરી મળ્યા બાદ કાશ્મીરી, ડોગરી, ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી જમ્મુ-કાશ્મીરમાં સત્તાવાર ભાષા હશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, મંત્રીમંડળે જમ્મુ-કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020ને મંજૂરી આપી છે. જે મુજબ કાશ્મીરી, ડોગરી, ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી જમ્મુ-કાશ્મીરમાં સત્તાવાર ભાષા હશે. આ ફેંસલો લોકોની માંગ પર લેવામાં આવ્યો છે.
હાલ જમ્મુ-કાશ્મીરમાં અંગ્રેજી અને ઉર્દૂ રાજ્યની સરકારી ભાષા છે. જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન એક્ટની કલમ 47 મુજબ રાજ્યની વિધાનસભાને કોઈ એક કે વધારે ભાષાને સરકારી ભાષા બનાવવાનો અધિકાર છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં ડોગરી, હિન્દી અને કાશ્મીરીને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવાની લાંબા સમયથી માંગ હતી. પરંતુ 5 ઓગસ્ટ, 2019 બાદ સમાનતાની ભાવનાને ધ્યાનમાં રાખી આ ફેંસલો લેવામાં આવ્યો છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીર સંબંધિત કલમ 370 નાબૂદ કરી હતી. જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો ખતમ કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યું હતું.
48 વર્ષની મહિલાને 23 વર્ષના યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, બંનેએ લશ્કરના જવાન પતિ સાથે શું કર્યું ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement