શોધખોળ કરો
Advertisement
48 વર્ષની મહિલાને 23 વર્ષના યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, બંનેએ લશ્કરના જવાન પતિ સાથે શું કર્યું ?
મૃતકના પુત્રને હત્યાની શંકા ગયા બાદ તેણે મામલો નોંધાવ્યો હતો. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક આ મામલાની તપાસ કરી ત્યારે ખબર પડી કે, મૃતક જસવંત યાદવની પત્ની પ્રેમદેવી અને તેના પ્રેમી મિંટૂ ગુર્જરે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
અલવરઃ રાજસ્થાનના અલવરમાં લશ્કરના નિવૃત્ત જવાનની હત્યા પરથી પડદો ઊંચકાયો છે. પત્નીએ પ્રેમી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ હત્યાને આત્મહત્યા ગણાવી શકાય તે માટે મૃતદેહને ટીનના શેડમાં લટકાવીને રાખી દીધો હતો.
48 વર્ષીય મહિલાએ તેના પ્રેમી મિંટૂ ગુર્જર સાથે મળીને સેનાના નિવૃત્ત લશ્કર જવાન પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેના શબને દોરડાની લટકાવીને દીધો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ લોકોને સુસાઇડ જ હોવાનું લાગતું હતું. મૃતકના પુત્રને હત્યાની શંકા ગયા બાદ તેણે મામલો નોંધાવ્યો હતો. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક આ મામલાની તપાસ કરી ત્યારે ખબર પડી કે, મૃતક જસવંત યાદવની પત્ની પ્રેમદેવી અને તેના પ્રેમી મિંટૂ ગુર્જરે આ ઘટનાને અંજામ આપ્યા હતો. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, 28 જુલાઈની રાતે જસવંત દારૂ પીને આવ્યો હતો અને જમીને ઉંઘી ગયો હતો. જે બાદ પત્નીએ ફોન કરીને પ્રેમી મિંટૂ ગુર્જરને બોલાવ્યો અને કહ્યું કે જસવંતને મારવાનો સારો મોકો છે. રાતે 10 વાગ્યા બાદ બંનેએ મળીને જસવંતના મોં પર તકિયો દબાવીને તેની હત્યા કરી દીધી. ઘટનાને આત્મહત્યા ગણાવવા બંનેએ પ્લાસ્ટિકની દોરીથી મૃતક જસવંતના ગળામાં બાંધીને તેને રૂમમાં ટીન શેડમાં ટીંગાડી દીધી.
હત્યા બાદ બંને આરોપી મોટર સાયકલ પર બેસીને મહેન્દ્રગઢ જતા રહ્યા અને આરોપી પ્રેમ દેવી તેની બહેનના ઘરે જતી રહી હતી તથા મિંટૂ ગુર્જર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ મર્ડરનો ખુલાસો કર્યો હતો. પોલીસ અધિકારી વિનોદ સાંખલાએ જણાવ્યું કે, જસવંત યાદવના મોત બાદ પ્રેમ દેવી અને મિંટૂ ગુર્જર વચ્ચે અનેક વખત વાતચીત થઈ હતી. જેના આધારે પોલીસે પૂછપરછ કરતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસની પૂછપરછમાં બંને ભાંગી પડ્યા હતા અને હત્યાનો સ્વીકાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement