Shocking: બેંગલુરુમાં મૃત હાલતમાં મળ્યા એક જ પરિવારના 5 લોકો, 9 મહિનાનું બાળક પણ સામેલ
અઢી વર્ષની બાળકી પાંચ દિવસથી પાંચ મૃતદેહો સાથે ઘરમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કહ્યું છે કે લોકોના મોત કેવી રીતે થયા, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.
કર્ણાટકની રાજધાની બેંગલુરુથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંગલુરુના બ્યાદરહલ્લી વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે. આમાંથી ચાર લોકો લટકતા મળી આવ્યા હતા, જ્યારે નવ મહિનાના બાળકનો મૃતદેહ પલંગ પર પડેલો જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો કેસ હોવાનું જણાય છે. આ કેસ સામે આવ્યા બાદ લોકોના મનમાં દિલ્હીની બુરારી ઘટનાની યાદો તાજી થઈ ગઈ છે, જ્યાં બે વર્ષ પહેલા એક ઘરમાંથી 11 મૃતદેહો લટકતા મળી આવ્યા હતા.
અઢી વર્ષની બાળકી પાંચ દિવસથી મૃતદેહો સાથે રહેતી હતી
અઢી વર્ષની બાળકી પાંચ દિવસથી પાંચ મૃતદેહો સાથે ઘરમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેને બહાર કાવામાં આવી છે. તે લગભગ બેભાન હાલતમાં મળી આવી હતી. પોલીસે કહ્યું છે કે લોકોના મોત કેવી રીતે થયા, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.
મૃતકોનું લિસ્ટ
- બાળકની માતા સિંચના - ઉંમર 34 વર્ષ
- બાળની દાદી ભારતી - ઉંમર 51 વર્ષ
- બાળકની કાકી સિંધુરાની - 31 વર્ષની
- બાળકના મામા મધુસાગર - ઉંમર 25 વર્ષ
- 9 મહિનાનું બાળક
છોકરી હોસ્પિટલમાં સારવાર હેઠળ
પોલીસને તે જ રૂમમાં બાળકી મળી જ્યાં મધુસાગર ફાંસી પર લટકતો જોવા મળ્યો હતો. હાલ યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે તેને સારવાર અને પરામર્શની જરૂર પડશે.
એસીપીએ કહ્યું કે અમને ઘરમાંથી સુસાઇડ નોંધ મળી નથી. ઘરના વડીલ અને બાળકના દાદા મધુસાગર શંકર આઘાતમાં છે. શંકરે કહ્યું છે કે તેમની પુત્રીઓ તેમના પતિ સાથે ઝઘડો કરીને ઘરે આવી હતી. આ મુદ્દો ઉકેલવા અને તેમને તેમના પતિને પાછા મોકલવાને બદલે, તેમની પત્ની ભારતીએ તેમને રહેવા માટે પ્રોત્સાહિત કર્યા.
પરિવારમાં ઝઘડો ચાલતો હતો
શંકરે કહ્યું, "મેં મારી દીકરીઓ સિંચના અને સિંધુરાનીને શિક્ષિત કરવા માટે સખત મહેનત કરી. પુત્ર મધુસાગર પણ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. સિંચનાએ તેની પુત્રીની કાન વિંધવાના સમારોહમાં તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ ઘરે પરક ફરી હતી, નાણા સંબંધી કોઈ સમસ્યા નહોતી. તેણે આ નાના મુદ્દા પર ઘાતક પગલું ભર્યુ હતું.